ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલ લોક સુનાવણીમાં અનેક ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો,વાલિયા નજીકના સિલુડી ખાતે આ લોક સુનાવણી યોજાઇ હતી,જેમાં કાળા વાવટા લઇ સ્થાનિક ગામના લોકોએ સુનાવણી સભા સ્થળે ધસી જઈ ભારે સૂત્રોચ્ચાર,બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.

વાલીયાના સિલુંડી ગામ પાસે મેમર્સ મેટાબોલ્ટ કંપની ની TSDF સાઇટ આવવાથી આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ ઉપર અસર પહોંચશે તેવા  આક્ષેપ સ્થાનિક ગામના લોકોએ કર્યા હતા, સાથે જ આજે યોજાયેલી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ની લોકસુનાવણી દરમિયાન કંપની ની કામગીરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે પણ દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ની લોક સુનાવણી દરમિયાન હોબાળો થતા જ એક સમયે લોક સુનાવરી બંધ કરવાની નોબત આવી હતી. જે બાદ ઉપસ્થિત અધિકારરિઓ અને પોલીસ વિભાગે દરમિયાનગીરી કરી મામલે સમજાવટ ની તજવીજ હાથધરી હોવાનું માલુમ પડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here