AAP ના ધારાસભ્ય ચૈતર વસાવા લોકો ના પ્રશ્નોને પગલે એસ.ટી. ડેપો એ પહોંચ્યા હતા.જયાં ધારાસભ્યની મુલાકાત દરમિયાન 30 જેટલી બસો ના રૂટ બંધ હોવાનો ખુલાસો બહાર આવ્યો.તો મુસાફરો, ધંધા રોજગાર માટે જતા મુસાફરો તથા વિદ્યાર્થીઓ એ અપડાઉન કરવામાં પડતી મુશ્કેલીઓ ની રજુઆત પણ ધારાસભ્ય ને કરી હતી.

આ અંગે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા કે ” ગુજરાત સરકાર વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી સમાજ ના 20 હજાર કરોડ ના બજેટ માંથી હજારો બસો ફાળવેલ છે તે બસો ગઈ ક્યાં ? સરકાર સૌનો સાથ સૌના વિકાસ ની વાતો કરે છે તો અમારા લોકો સાથે અન્યાય કેમ?

જો આવનાર સમયમાં ટ્રાઈબલ બજેટ માંથી ફાળવેલ બસો આદિવાસી વિસ્તાર માં ફાળવવામાં નહીં આવે અને બંધ રૂટ ફરી ચાલુ નહીં કરવામાં  આવે તો મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે અંકલેશ્વર ડેપો એ જઈ ડેપો બંધ કરવા ની ચિમકી ઉચ્ચારી, વધુમા જણાવ્યું કે નવી બસો મંત્રીઓ ના કાર્યક્રમો માં ફાળવી દેવામાં આવે છે. તૂટેલી બસો આદિવાસી વિસ્તારમાં ફાળવવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને તકલીફ પડે છે.

* રિપોર્ટર: ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here