
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત શહેર અને તાલુકા તેમજ વાગરાના વિવિધ રૂ.3.72 કરોડના કામોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં કરાયું હતું.
ભરૂચના ધરાસભ્યે અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં ભરૂચ પ્રાંતમાં સમાવિષ્ટ શહેર, તાલુકા અને વાગરાના રૂપિયા 3.22 કરોડના 109 વિકાસ કામોનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે 50 જેટલા રૂપિયા 50 લાખના કામોનું લોકાર્પણ પણ આ પ્રસંગે કરાયું હતું.
ધારાસભ્ય દુષ્યંત પટેલે સમારંભમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમે જેટલી વખત મળતા એક જ વાત કરતા અને તે સર્વાંગી વિકાસની.વિકાસના એટલા કર્યો નથીકરો કે તમે જ્યારે આપણે પ્રજા પાસે પાસે જઈએ તો મતની ભીખના મંગાવી પડે. આજે આંનદ થાય છે કે ભરૂચમાં પણ ઉધોગ, ખેતી અને સામાજિક ક્ષેત્રે વિકાસ થયો છે.
આજના કાર્યકમમાં વિવિધ કેટેગરીના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સહાય અને લાભોનું વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ મોનાબેન પટેલ, વાગરા તાલુકા પંચાયત પ્રમુખ કોમલબેન મકવાણા, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, આર.ડી.સી. ધાંધલ, પ્રાંત અધિકારી, મુખ્ય અધિકારી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.