પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે યુવા પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહી તેઓ કહ્યું હતું કે રાજ્યમાં યુવા મોરચા દ્વારા એક સપ્તાહ સુધી બલિદાન દિવસ મનાવાઈ રહ્યો છે.રાજ્યના ૫૭૯ મંડળમાં રક્તદાન કેમ્પ યોજી ૫૧ હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો નીર્ધાર છે.જે જરૂરિયાતમંદ દર્દીઓ અને સગર્ભાઓને ઉપયોગી થઈ શકશે.

ભરૂચ શહેર અને જિલ્લામાં પણ ૩૦ જૂન સુધી રક્તદાન શિબિરો આયોજિત કરાઈ છે.ખાસ આજે ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો દિવસ હોય તેને કાળા દિવસ તરીકે ઉજવી ભરૂચમાં યુવાનો ને માહિતગાર કરવા સેમિનાર પણ આયોજિત કરાયો હતો.

મોઢેશ્વરી હોલમાં રક્તદાન શિબિરમાં જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,જિલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ, મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા અને શક્તિસિંહ ગોહિલ,યુવા મોરચા ના શહેર પ્રમુખ મિહિર સોલંકી,પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here