આઇ.આઇ.આઇ.ડી ભરૂચ સેન્ટર દ્વારા ૩૦મી એપ્રીલના રોજ કલાકૃતિ અને આર્ટ એન્ડ સ્પેશના સમન્વય વિષય સાથે એક વિચાર ગોષ્ઠીનું આયોજન નર્મદા કોલેજના પ્રાંગણમાં વટવૃક્ષ નીચે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્પીકર આર્કિટેક પરસી પીઠાવાલા અને આર્કિટેક અબિન ચૌધરી,આર્કિટેક અશ્વિનભાઇ મોદી,આઇ.આઇ.આઇ.ડીના ચેરપર્સન આર્કિટેક મૈત્રી બુચ અને કાર્યક્રમના સ્પોન્સર્સ હેવલ્સ ઇન્ડસ્ટ્રીઝના દિપાલીબેન અને શ્રીમતી પીલ્લુબેનના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ભરૂચના ફૂરજા વિસ્તારમાં રંગરોગાન થકી મેઘઘનુષ પ્રોજેકટને સફળ બનાવનાર સર્જનાર સ્ટુડન્ટસના સમુહ,સ્ટુડન્ટસ ઓફ સ્ફૂર્ણા ડીઝાઇન સંકુલના આર્કિટેક વિદિતા ચોક્સી અને અન્ય સહયોગીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આર્કિટેક પરસી પીઠાવાલા અને આર્કિટેક અબીન ચૌધરીએ વિચાર ગોષ્ઠીમાં પોતાના કલા જગતને અપાયેલા સુંદર આર્ટપીસ અને આર્ટ પ્રોજેકટસનું હાજર મહેમાનોની હાજરીમાં સ્લાઇડ શો થકી પ્રેઝન્ટેશન સાથે વર્ણન કર્યું હતું.
અંતમાં ભરૂચમાં કલાને જીવંત રાખવા હરહંમેશ પ્રયત્નશીલ એવા સ્ફૂર્ણા ડીઝાઇન સંકુલના વિદ્યાર્થીઓ અને ચેરપર્સન આર્કિટેક મૈત્રી બુચ અને કલાપી બુચે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.