•878 મથકો પર યોજાશે મતદાન, જિલ્લા કલેક્ટરે તમામ તાલુકા મથકે જઈ સ્થળ નિરીક્ષણ કર્યું

ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર 19 ડિસેમ્બર અને રવિવારે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણી તટસ્થ, ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા સજ્જ બન્યું છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 1176 સરપંચ અને 6987 સભ્ય ઉમેદવારો માટે યોજાનારી ચૂંટણીમાં તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવાઈ છે. ચૂંટણી ફરજમાં 5328 કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવવાનો છે. જ્યારે 878 મતદાન મથકો ઉપર તમામ વ્યવસ્થાનું આયોજન કરી દેવાયું છે.

ભરૂચ જિલ્લામાં આવતીકાલે રવિવારે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. જિલ્લામાં રવિવારે સવારે 7 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યારે આજે શનિવારે તે માટેના મતદાન પેટીઓ તેમજ સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી.

આજે શનિવારના રોજ વિવિધ જિલ્લાના તાલુકા મથકો ખાતેથી સ્ટાફ તેમજ મતદાન પેટીઓ ડિસ્પેચ કરવામાં આવી હતી. આજે સાંજ સુધીમાં તમામ મતદાન મથકો ખાતે સ્ટાફ પહોંચી જશે અને કામગીરી હાથ ધરી દેશે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ તમામ તાલુકા મથકોએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ મતદાનની કામગીરી શાંતિમય માહોલમાં પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ 483 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી. જેમાં 62 સમરસ બની હતી. જ્યારે 17 સરપંચો અને 738 સભ્યો બિનહરીફ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here