યુક્રેનમાં રશિયાના હુમલા બાદ સર્જાયેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે જંબુસર તાલુકાના કાવી ગામની વતની અને હાલ વડોદરા ખાતે રહેતા મહેબુબભાઇ દેસાઈની પુત્રી મુબસ્સીરા મહેબૂબ દેસાઈ બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી ચેનિઁવિત્સીમાં મેડિકલ અભ્યાસ માટે ગઈ હતી પરંતુ ત્યાં હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે તંગદીલી ભર્યા વાતાવરણને કારણે તેઓને માદરેવતન લાવવા માટે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોને કારણે તેઓ સલામત રીતે ચેનિવિત્સીથી રોમાનિયાની સરહદ પાર કરીને રોમાનિયા એટોપેની ઇન્ટરનેશનલ એરપોર્ટથી મુંબઇ એરપોર્ટ પર સુરક્ષિત રીતે આવી ગયા હતા. ઘરે પહોંચતાં જ પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી અને સુરક્ષિત રીતે બહાર આવતા પરિવારજનોએ સરકારનો આભાર માન્યો હતો.