• પાનોલી પાસેની રેલવે ફાટક 6 મહિનાથી બંધ રહેતા સ્થાનિકોને થાય છે 15 કિમીનો ફેરાવો

પાનોલી રેલવે ફાટક બંધ રહેતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.જે અંગે ગ્રામજનો એ આવેદનપત્ર પાઠવી ફાટક રીઓપન કરવા અથવા ગરનાળા નો રસ્તો વૈકલ્પિક રીતે બનાવવા માગ કરી છે. પાનોલી સહીત આજુબાજુમાં 5 ગામોમાં આવાગમન સમસ્યા ઉદભવી છે. આપાતકાલીન સ્થિતિમાં તથા હાર્ડ એટેક કે ડિલિવરીની સ્થિતિમાં કે માર્ગ અકસ્માતમાં લઇ જવું મુશ્કેલ બન્યું છે. આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ ને બોલાવવા માટે જયાં એક કિલોમીટરમાં પહોંચાય છે ત્યારે હુકમનામું ઉલ્લેખ કરેલ રસ્તો 15 કિલોમીટર થી વધુ થાય છે.

પાનોલી તથા બીજા અન્ય ગામના લોકોએ કલેકટર ને આવેદનપત્ર પાઠવી રેલવે કામગીરી ના કારણે છ મહિના માટે બંધ કરેલ ફાટક રીઓપન કરવાની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે જાહેરનામામાં પાનોલી ગામના મધ્યેથી નીકળતી રેલવે ફાટક પર તારીખ : 01/01/ 2022થી 30/06/2022 સુધી વાહન વ્યવહાર બંધ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. જે માટે વૈકલ્પિક વાહન વ્યવહાર માટે પાનોલી રેલવે સ્ટેશનથી પશ્ચિમ તરફના વાહનોને ઉમરવાડાથી એલ.સી.169 થઈને અંસાર માર્કેટ થઈને નેશનલ હાઇવે 48 પરથી પસાર થવાનું જણાવવામાં આવેલ છે અને પૂર્વ તરફથી પણ આજ રસ્તાનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવેલ છે. પરંતુ ઉમરવાડા આ વૈકલ્પિક રસ્તાનો વાહન વ્યવહાર માટે યોગ્ય નથી અને પાનોલીથી અન્સાર માર્કેટ રોડ બિસ્માર હાલતમાં છે . તેની તપાસ કરી યોગ્ય નિર્ણય લેવા અરજ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here