-
દેવમોગરા ખાતે ભરાતા મહા શિવરાત્રિના મેળાનું આદિવાસી સમાજમાં ખૂબ જ મહત્વ છે: ધારાસભ્ય મહેશ વસાવા
સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસી સમાજ ની કુળદેવી પાંડોરી માતાજીના મંદિર ખાતે દર વર્ષે મહા શિવરાત્રીના દિવસથી શરૂ થતાં મેળાની ઉજવણી કરવામાં આવે છે, અને આ મેળાનું આદિવાસી સમાજ માં ખુબજ મહત્ત્વ છે.
આદિવાસી સમાજની સંસ્કૃતિ, રીત-રિવાજ પ્રમાણે નૈવેધ, હિજારી ચઢાવવી વગેરે પ્રથાથી આદિવાસી સમાજ પોતની રીત રીવાજ પ્રમાણે પોતાની વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ જાળવી રાખેલ છે. જેથી આ મેળાની પરમીશન આપવામાં આવે એવી દેડીયાપાડા નાં ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવાએ ભલામણ કરી છે.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા