• અંકલેશ્વરના બાકરોલ ગામના તળાવમાં બે દિવસથી ગુમ પ્રેમીઓના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા
  • કોસમડીમાં બ્યુટી પાર્લર ચલાવતા મુસ્લિમ યુવાનના સલૂનમાં હિન્દૂ યુવતી છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરતી હતી

અંકલેશ્વર માં મુસ્લિમ જ્ઞાતિના અને ત્રણ સંતાનના પિતા ઉ.વર્ષ. ૩૬ એ પાર્લરમાં કામ કરતી ૧૯ વર્ષીય હિન્દૂ યુવતી સાથે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.જેમાં સુરત ની માંગરોળ તાલુકાના બોઈન્દરાની યુવતી સાથે વિધર્મી યુવાનનો પ્રેમ સંબંધ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે.

જેમાં યુવતી અંકલેશ્વરના કોસમડી ખાતે આવેલ અબ્બાસ અલ્લારખા ખલીફા ના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી. છેલ્લા દોઢ વર્ષ થી બંન્નેવ સાથે કામ કરતા કરતા પ્રેમ સંબંધ બંધાયો હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે.અંકલેશ્વરના બાકરોલ ગામના તળાવમાંથી બાંધેલી હાલત માં યુવક યુવતીના મૃતદેહ મળ્યા હતા.જેમાં યુવતીના પરિવાર દ્વારા બે દિવસ પૂર્વે જ ગુમ થયા ની ફરિયાદ નોંધાવી હતી.

સુરત જિલ્લા ના માંગરોળ તાલુકાના બોઇદ્રા ગામે રહેતી ૧૯ વર્ષીય મહિમા વિજયભાઈ ગોહિલ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના ૩૬ વર્ષીય અબ્બાસ અલ્લારખા ખલીફા ના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી.ગત તારીખ 24 મી જાન્યુઆરી ના રોજ સાંજે ૬ વાગ્યાથી યુવતી પરત ઘરે ન આવતા તેના પિતાએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા તેની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તપાસ કરતા અબ્બાસ અલ્લારખા ખલીફા પણ ગુમ હોવાનું માલુમ પડ્યું હતું .દરમિયાન તારીખ ૨૬ મી જાન્યુ.ના રોજ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે તળાવમાંથી બન્નેવના હાથ બંધાયેલ હાલત માં મૃતદેહો મળી આવતા ગ્રામજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે બન્નેવ મૃતદેહો ને પાણી માંથી બહાર કાઢ્યા હતા અને બન્નેવ મૃતદેહો ને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ની ડિસ્પેન્સરી ખાતે ખસેડી આ બનાવ અંગે પ્રાથમિક અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ આરંભી હતી. બને ના મૃતદેહ એકમેજ જોડે હાથ બાંધેલી હાલત માં મળી આવ્યા હતા જે જોતા બંને પ્રેમ સંબંધ માં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે.

જો કે આ બાબતે બંનેવ મૃતક ના પરિજનો દ્વારા કોઈજ ફોડ પાડ્યો નથી જેને લઇ પોલીસ પણ આપઘાત પાછળ ખરેખર કારણ પ્રેમ સંબંધ છે કે કેમ તે તપાસ શરૂ કરી હતી. હાલ તો પ્રાથમિક પ્રેમ સંબંધ માં આપઘાત કર્યો હોવાની આશંકા સાથે પોલીસ દ્વારા તપાસ નો દોર શરૂ કર્યો છે. ત્યારે બંનેવ મૃતક ના પરિજનો ના જવાબ આવ્યા બાદ જ આપઘાત પાછળ નું સાચુ કારણ બહાર આવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here