ભરૂચની GNFC ટાઉનશિપમાં છેલ્લા ચાર દિવસથી દીપડાની અવરજવરને પગલે રહીશોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. ટાઉનશિપના સ્ટ્રીટ નંબર 24, 9 અને 14 નજીક દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવ્યા બાદ સિક્યુરિટી ટીમ એલર્ટ થઈ હતી. ચાર દિવસ અગાઉ ટાઉનશિપના એક સિક્યુરિટી ગાર્ડે દીપડાને નજરે જોયો હતો, જેને પગલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

દીપડાની અવરજવર પર નજર રાખવા તેમજ તેને સુરક્ષિત રીતે પકડવા વન વિભાગ દ્વારા ટાઉનશિપ વિસ્તારમાં બે પાંજરાં ગોઠવવામાં આવ્યાં હતાં. દરમિયાન આખરે દીપડો પાંજરે પુરાતાં વન વિભાગે રાહત અનુભવી હતી. બીજી તરફ ટાઉનશિપમાં દીપડાની હાજરીને કારણે ભયના ઓથાર હેઠળ જીવતા રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભરૂચના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ હવે GNFC ટાઉનશિપમાં દીપડાની હાજરી નોંધાતાં રહેણાક વિસ્તારોમાં વન્યપ્રાણીની અવરજવરનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here