ભરૂચની GNFC ટાઉનશીપ વિસ્તારમાં થોડા સમય પહેલા જ એક દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, ટાઉનશીપની સ્ટ્રીટ નંબર 24, 9 અને 14 ની આસપાસ દીપડાની અવરજવર જોવા મળી હતી. રહેણાંક વિસ્તારની નજીક દીપડો દેખાતા રહીશોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

ઘટનાની જાણ થતા જ GNFC ની સિક્યોરિટી ટીમ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ અને નજર રાખવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગ (Forest Department) ને પણ તાત્કાલિક જાણ કરી દેવામાં આવી છે.

તંત્ર દ્વારા ટાઉનશીપના રહીશોને સાવચેત રહેવા, ખાસ કરીને રાત્રિના સમયે કે અંધારાવાળા વિસ્તારોમાં બિનજરૂરી બહાર ન નીકળવા અને બાળકો તથા પાલતુ પ્રાણીઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here