રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી હાલ શહેરમાં થતી ગંદકી બાબતે દંડ ફટકારી કડક કાર્યવાહી કરી રહ્યા છે.ત્યારે ગ્રામજનો એમને એ પ્રશ્ન કરી રહ્યા છે કે જે રાજપીપળા નગરપાલિકાની માલિકીની જગ્યામાં થતી ગંદકીનો દંડ કોણ ભરશે રાજપીપળા નગરપાલિકા પ્રમુખ કે પછી મુખ્ય અધિકારી પોતે??

એક બાજુ રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં સફાઈ કર્મીઓની અનિયમિતતાને લીધે ગંદકી વધી રહી છે તો બીજી બાજુ રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી વૈશાલી વરિયા શહેરની દુકાનો અને ઘરની આસપાસ ગંદકી કરનારને દંડ ફટકારે છે, જો દંડ ન ભરે તો જે તે દુકાનને શીલ પણ મારે છે.ત્યારે લોકોની માંગ એવી છે કે દંડ ભરવા માટે પેહલા નોટિસ આપવી જોઈએ અને તે છતાં પણ જે વ્યક્તિ દંડ ન ભરે ત્યારે એની દુકાનને શીલ મારવી એ યોગ્ય છે.

હાલમા જ રાજપીપળા નગરપાલિકાની માલિકીની મિલકત જૂની પોસ્ટ ઓફિસ વિસ્તારને ડમ્પીંગ સાઇડ બનાવી દેવાઈ છે.પાલિકા દ્વારા ત્યાં બનાવાયેલી દુકાનો પણ જર્જરિત હાલતમાં છે, લોકો એ દુકાનનો શૌચાલય તરીકે ઉપયોગ કરે છે.એની આજુબાજુ કાયમી ધોરણે ગંદકીના ઢગલે ઢગલા જોવા મળે છે.બીજું કે એની બિલકુલ બાજુમાં જ હોસ્પિટલ પણ આવેલી છે, ત્યાં દાખલ થતા દર્દીઓ અને આસપાસ રહેતા લોકો પણ ગંદકી અને શૌચની દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી વૈશાલી વરિયા પેહલા એ ગંદકીનો કોઈ નિકાલ લાવે અને પછી શહેરમાં ગંદકી બાબતે લોકોને દંડ ફટકારે એવી માંગ ઉઠી છે.

આ બાબતે રાજપીપળાના જાગૃત નાગરિક રાજુ પરમારે નર્મદા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે કે રાજપીપળા પાલિકા સત્તાધીશોને આ બાબતે ખ્યાલ હોવા છતાં તેઓ આંખ આડા કાન કરે છે. એમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે જૂની પોસ્ટ ઓફિસ નજીક વીજ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરી દેવાતા ગટર પણ બંધ થઈ ગઈ હોવાથી ગંદુ પાણી હંમેશા રોડ પર વહ્યાં કરતું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.ત્યારે આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.

રીપોર્ટ બાય •વિશાલ મિસ્ત્રી-રાજપીપળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here