ભરૂચ શહેરના શાલીમાર ચોકડી નજીક ભરૂચ નગરપાલિકા પાસે એસટી બસની બ્રેક ફેલ થતાં અકસ્માતની ઘટના બની હતી. બસની બ્રેક ફેલ થતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસે શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરેલાં અનેક ટુ-વ્હીલર વાહનોને અડફેટે લીધાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોએ પોતાનાં ટુ-વ્હીલર વાહનો બહાર પાર્ક કર્યાં હતાં. દરમિયાન ત્યાંથી પસાર થતી એસટી બસની બ્રેક ફેલ થતાં બસ સીધી પાર્ક કરેલાં વાહનો સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અનેક ટુ-વ્હીલર વાહનોને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નહોતી. વાહનોને નુકસાન પહોંચતાં માલિકોમાં રોષ જોવા મળ્યો હતો.