સાપુતારા–માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાટ વિસ્તારમાં નાસિકથી પાટણ જતી એસટી બસને અકસ્માત નડ્યો હતો. બસની બ્રેક ફેલ થતાં આગળ જઈ રહેલા આઇસર ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ બસ રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં ટેમ્પો ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

મળતી વિગતો મુજબ, નાસિકથી પાટણ તરફ જઈ રહેલી એસટી બસ સાપુતારા ઘાટમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. બસ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવા છતાં આગળ જઈ રહેલા આઇસર ટેમ્પો સાથે ટક્કર થઈ હતી.

ટેમ્પોને ટક્કર માર્યા બાદ એસટી બસ માર્ગની બાજુમાં આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માતને કારણે બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. બસના આગળના કાચના ફુરચા ઉડી ગયા હતા, જ્યારે બમ્પર સહિતના ભાગને પણ નુકસાન પહોંચ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here