નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સાંકળી ગામે ખેતરના ભાગ પાડવા બાબતે બે સગા ભાઈઓ વચ્ચે વણસેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિવાદમાં એક ભાઈએ બીજા ભાઈ પર દાતરડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા સાંકળી ગામે ખેતરના ભાગ બાબતે બે ભાઈઓ વચ્ચે તકરાર માં એકે બીજા ભાઈને દાતરડું મારી ખૂનની કોશિશ કરતા ગુનો દાખલ થયો છે.

આ હિંસક અથડામણ બંને ભાઈઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ખેતરના જમીન હિસ્સા (ભાગ) બાબતના પારિવારિક વિવાદને કારણે થઈ હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. સામાન્ય બોલાચાલી અને ઝઘડા ઉગ્ર બનતા, ઉશ્કેરાયેલા એક ભાઈએ ખેતીના તીક્ષ્ણ સાધન દાતરડા વડે સગા ભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

ધટનાની ફરિયાદ અનુસાર દિપસિંગભાઇ ગંભીરભાઈ વસાવા ઉ.૦૩૫ ધંધો ખેતીકામ રહે.સાંકળી, પટેલ ફળીયુ, તા.ડેડીયાપાડા જી.નર્મદા તેઓ તથા ઇજા પામનાર ગંભીરભાઇ નાયકાભાઇ વસાવા રહે.સાંકળી, પટેલ ફળીયુ. નાઓ તેમની સહીયારી સર્વે નબર ૧૧૧ વાળી જમીનમાં ખેડાણ કરાવતા હતા તે વખતે તેમના ભાઈ દિલીપભાઇ ગંભીરભાઇ વસાવા રહે.સાંકળી, પટેલ ફળીયુ, તા.ડેડીયાપાડા નાઓ ટ્રેકટર ચાલક ખુમાનસીંગભાઇ મિરીયાભાઇ વસાવા નાઓની પાસે જઇને તેમને કહેતો હતો કે, ખેતરના અડધા ભાગમાં ખેડાણ કરજે એક ભાગ મારો છે. તેમ કહેતા ઇજા પામનાર ગંભીરભાઈ એ દિલીપભાઈ પાસે જઇને જણાવેલ કે, હાલમાં ટ્રેકટરથી ખેડાણ કરી લેવા દે પછી તમને બન્ને ભાઇઓને બે સરખા ભાગ પાડી આપીશુ.

તેમ જણાવતા દિલીપભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાના ઘરમાંથી દાતરડુ કાઢી લઇ આવી ઇજા પામનાર ને માંથામાં વચ્ચેના ભાગે બે ફટકા મારી ધા કરી બીજો ફટકો જમણા હાથે કોણીથી ઉપરના ભાગે મારી ઉંડો ઘા કરી ત્રીજો ફટકો બરડામાં મારી ઉંડો ઘા કરી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરતા આ મામલે ડેડિયાપાડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ તેમજ આરોપીની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.

ભરત શાહ, નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here