આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન “સ્કાય લેન્ડર્સ” (ચાઇનીઝ તુક્કલ) તેમજ સિન્થેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ (ઝેરી તત્વો) અથવા નાયલોન પ્લાસ્ટીક જેવા સીન્થેટીક કે ચાઈનીઝ મટીરીયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ, પક્ષી તેમજ પર્યાવરણને નુકશાન થતુ હોય, જે બાબતે આવા નુકશાનકારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું કલેક્ટર તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાંના તરફથી સુચના મળતા ભરૂચ વિભાગ, મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ના માર્ગદર્શન આધારે,પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.

દરમીયાન ચોક્ક્સ બાતમી મળેલ કે નારયણ નગર-૧ ના મકાન નં. ૧૪ માં રહેતા પવનકુમાર દિનેશચંદ્ર મહેતા નાઓ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય, જે આધારે ઉપરોક્ત સરનામાં વાળા મકાનમાં તપાસ કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફિરકા નંગ-૧૦ મળી આવેલ જે દરેકની અંદાજીત કીંમત રૂ.૩૦૦/- લેખે ગણતા કુલ કિંમત રૂ.૩૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઇસમ વિરુધ્ધ અત્રેના ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ખાતે ઇ.પી.કો. કલમ. ૧૮૮ મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here