દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન પર તેમના દીદાર માટે સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન મુંબઈથી દાહોદ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની મુસાફરીની જાણ થતાં જ ભરૂચમાં વસતા વ્હોરા સમાજના પુરુષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં પ્લેટફોર્મ પર એકઠા થયા હતા. ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી આવતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી.
આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ તેમજ હોમગાર્ડ્સ સ્થળ પર તૈનાત રહ્યા હતા. પોલીસની તકેદારીને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here