ઝઘડિયામાં સરપંચ માટે 303 અને સભ્યોના 1576 ફોર્મ ભરાયા

•અંકલેશ્વર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ મુરતિયાઓનો તેમના ટેકેદારો સાથે ધસારો

ઝઘડિયા ગ્રામ પંચાયતોની ચૂંટણી નું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે આજે અંતિમ દિવસે ઝઘડીયા સેવાસદન ,તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામપંચાયતો ના સરપંચ તેમજ સભ્ય ના ઉમેદવારો ફોર્મ ભરવા તેઓના સમર્થકો સાથે ઉમટીપડ્યા હતા અત્યાર સુધી ઝઘડિયા તાલુકા માં 74 ગ્રામપંચાયત માંથી 303 સરપંચ ના દાવેદારો એ ઉમેદવારી નોધાવી હતી તો 1576 ગ્રામપંચાયત ના સભ્યો એ ઉમેદવારી નોંધાવી કુલ 1879 ફોર્મ ભરી ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે.

અંકલેશ્વર હાંસોટમાં પંચાયતની ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવરો રાફડો ફાટ્યો હતો. તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે મુરતિયા અને ટેકેદારો ધસારો જોવા મળ્યો હતો. હાંસોટ અંકલેશ્વર માં વિવિધ પંચાયત માં સભ્ય તેમજ સમરસ પંચાયત થવાની સંભાવના છે. અંકલેશ્વર માં 43 ગ્રામ પંચાયતમાં આગામી 19 ડિસેમ્બરે મતદાન યોજાશે.

43 ગામના કુલ મળી 126 બુથ અને 412 વોર્ડમાં 1 લાખ,13 હજાર 435 મતદારો પોતાના પ્રતિનિધિ ને ચૂંટશે. હાંસોટ તાલુકા ની 36 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 97 સરપંચ માટેના ફોર્મ તથા 421 સભ્યો માટે ના ફોર્મ ભરાવા પામ્યા છે જ્યારે બે થી ત્રણ ગામોમાં સમરસ થાય એવું લાગી રહ્યું છે પરંતુ સ્પષ્ટ ચિત્ર 7 ડિસેમ્બર ના રોજ ખબર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here