The Anatomy of hope
Book written by
Ddr jeromy Groopman
He is a famous chemotherapist dealing with the cancer patients of US and author of many books.In This book he reveals his experiences with the patients he encounters during his entire carrier. I couldn’t resist my temptation to briefsome chapters which influence me most
Im going to write in gujarati for my friend’s
ધ અન ડાઈંગ હોપ સંક્ષિપ્તમાં…
પુસ્તક ધ એનેટોમી હોપ ના લેખક અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનીવર્સીટીના બોસ્ટન ખાતેના બેથ ઇઝરાયલ ડેકોન્સ મેડીકલ સેન્ટરના ચીફ તરીકેના કાર્યકાળ દરમ્યાન દર્દીઓને જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝુમતા જોયા છે. માનવીની જીવવાની જીજીવિષાએ અનેક આશ્ચર્ય સર્જ્યા છે.અહિંયા આ પુસ્તકના એક પ્રકરણ ધ અન ડાઈંગ હોપને સંક્ષિપ્તમાં રજુ કરેલ છે.
દર્દીના મનમાં ધરબાયેલ લાગણીઓ અને વિચારો સારવાર કરતા તબીબ સમક્ષ પ્રદર્શિત કરે તે ડોકટરને દર્દી તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે.વાર્તાનું મુખ્ય પાત્ર બાર્બારા વિલ્સન નામની ૬૭વર્ષની નિવ્રુત શિક્ષિકા છેબાળકો નથી પતિનું વર્ષો પહેલા અવસાન થયેલ છેતેણી હાલમાં ચર્ચમાં કાઉન્સીલરતરીકે સેવા ઓ આપી રહી છે.
બર્બારા મારી પાસે આવી તે અગાઉ તેની ડાબી છાતીમાથી કેન્સરની ગાંઠ કાઢી નાખવામા આવેલી ,મારી પાસે તેણીને કીમોથેરીપી માટે રીફર કરવામાં આવેલી.તેણી શિયાળાની ઠંડી સવારે મારી ઓફીસના વેઇટીગમા સાથે આવેલ મહિલા સાથે શાંત ચિત્તેબેઠી હતી. મેં તેને ઓફીસમાં બોલાવી તે કોઇ પણ તાણ વિના બેઠી. મેં તેને સાથે આવેલ સ્ત્રીને બોલાવવા કહ્યું તેણીએ ના પાડી.મારે બોડીગાર્ડની જરૂર નથી.ચર્ચા શરૂ કરતા મેં જણાવ્યુ તારી બીમારીખૂબ જ ઘાતક પ્રકારનો કેન્સર છે. આપણે જલદી સારવાર કરવી પડશે.
હું પણ તેમ જ માનું છું તેણીએ સ્વસ્થતા પૂર્વક કહ્યું.મેં કીમોથેરપીની આડઅસરોની ચર્ચા કરી.તેણીએ જણાવ્યુ હું બને એટલી જલદી સારી રીતે જીવવા માંગું છું. મારા પર ગીની પીગ જેમ નવી દવાનો પ્રયોગ કરવાનો વાંધો નથી. તેણે પોતાની પર્સમાથી કાગળ કાઢી બતાવ્યા જે તેણીનુ વસિયત નામું હતું હાલ જે ચર્ચમાં સેવા આપે છે ત્યાના રેવરન્ડ મી બીલ બીબકોકને ઓફ એટર્ની આપવામાં આવેલ, તેણીની અંતીમ અવસ્થામાં યુથેનેશ્યા એટલે કે જિંદગી ટુંકાવવાના પણ પાવર મી બીલને આપેલ.
બાર્બારા તેના કીમોથેરાપી સેશન દરમ્યાન એકલી જ આવતી. આજુબાજુ સારવાર લેતા દર્દીઓ પર એક નજર નાંખી જો નજર મળે તો હકારાત્મક સ્મિત આપતી.બાર્બારા મને કહેતી કે ચર્ચની હાલીગ કમિટીની હું સભ્ય છું. પરંતુ આજે મને એહસાસ થાય છે કે કોઇને એક ફૂલનો બૂકે મોકલી આપવો ને રૂબરૂ સાંત્વના આપવીમા કેટલો ફેર છે !
ત્રણ મહિનાની કીમોથેરાપીથી બાર્બરાનુ ટયુમર ઓગળી ગયું સારવારની કોઇ સાઈડ ઇફેક્ટ નહોતી તેણીએ ચર્ચની કામગીરી ફરી સંભાળી,કોલેજકાળના જુના મિત્રોને મળી.તેણીની ભત્રીજી માટે નાણાકીય વ્યવસ્થા કરી. તેણીએ મને એક વાર કામોના સેશન દરમ્યાન જોક કહ્યો- સંત પીટર સ્વર્ગના પર્લી ગેટ દરવાજા પર નવા આવનારના યોગ્યતા પત્રો તપાસતા હોય છે. એક દિવસ પૃથ્વી પરથી ઘણા સંતો પ્રવેશ માટે શાંતિથી પોતાના વારાની રાહ જોતા ઉભા હોય છે. ત્યાં એકાએક સફેદ કોટ અને ગળામાં સ્ટેથોસ્કોપ લગાવેલ વ્યકિત સીધો પર્લી ગેટમા ઘુસી જાય છે. લાઇનમાં ઉભા રહેલ એક સંતથી ના રહેવાયું તેમણે સંત પીટરને પૂછ્યું કે આ કોણ છે આપની પરવાનગી વીના પર્લી ગેટમા પ્રવેશ કરે છે ?
ઓહ એઓ ગોડ છે !! તેઓ એવુ વિચારે છેકે પોતે ડોક્ટર છે! સંત પીટરે કહ્યું.બાર્બરાએ જે કહેવું હતું. તે કહી દીધું તેણીએ શબ્દો ખૂબ કાળજીપૂર્વક વાપર્યા હતા!
સાત મહીના બાદ બાર્બરાના ટયુમરે ફરી ઉથલો માર્યો. મેં બાર્બરાને હવે પછીની કીમોથેરાપીની ચર્ચા કરીને જણાવ્યું કે જો આ સારવાર નિષ્ફળ જશે તો ત્યારે બાદ કોઇ ગાંઠ ઓગાળે તેવી સારવાર નથી. તેણી એકદમ સ્વસ્થ હતી ‘ જે કરવું હોય તે જલદી કરો મારે હજુ ઘણા કામ કરવાના છે’ તેણીએ કહ્યું. બાર્બરાના છેલ્લા કીમો બાદ ટયુમર ઓગળવાનું શકય બન્યું નહી હવે મારી પાસે કોઇ સારવાર રહી નહોતી. મે બાર્બરાને આ પરિસ્થિતિ જાણ કરવાનું નક્કી કર્યું.
એક સાંજે હોસ્પીટલની ચહલપહલ શાંત થયા બાદ મે બાર્બરાની મુલાકાત લીધી. અભિવાદનની આપલે બાદ હું મુદ્દા પર આવ્યો,કહ્યું બાર્બરા સારવારની શરૂઆતથી આપણે પ્રમાણિક રહ્યા છીએ.હવે આગળ કંઈ સારવાર આપવી તે મારી જાણમાં નથી. બાર્બરાએ હકારમાં માથું નમાવ્યુ. તેણે કહ્યું છે જેરી,હજુ તારી મૈત્રીની દવા છે’
મને હતું બાર્બરા તૂટી જશે પણ તે શાંત સ્થિર હતી. મારી ઓફીસના બૂકસેલ્ફમા ડો. એરીકની ‘ડોકટરીગ પુસ્તક પર ધ્યાન ગયું જેમાં તે જણાવે છે કે કેટલાક દર્દીઓ એવા હોય છે જેને ડોક્ટર પ્રેમ કરવા લાગે છે.એવા પ્રકારનો પ્રેમ જેમાં લાગણી અને વિચારો ધંધાકીય સંબંધો કરતા મૈત્રીના વધુ હોય છે. બાર્બરા સાથે હવે મૈત્રીનો સબંધ વધુ છે!
એક સાંજે મે તેની મુલાકાત લીધી. મૈત્રીનો ડોઝ આપવા આવ્યા છો? મે કહ્યું હા,ખૂબ દર્દ થાય છ? તેણે હા કહ્યું અને ઉમેર્યું હું બેભાનવસ્થામા મરવા માંગતી નથી.મે પૂછયું ડર લાગે છે? તેણે કહ્યું ધાર્યા કરતા ઓછો.ખબર નહી પણ મને ખૂબ સકારાત્મક વિચારો આવે છે.ઈશ્વર ખરેખર છે કે નરી માનવીય કલ્પના તે ખબર નથી. પણ ક્રીષ્ચીયન તરીકે પૂર્ણ શ્રધ્ધા છે કે ઇશ્વર મારી સાથે જ છે. હું માનું છું કે હું ઇશ્વર પાસે જઇ રહી છું કંઇ રીતે તે ખબર નથી, હું પુનર્જન્મમાં પણ માનું છું.
મ્રુત્યુનો ડર નથી મારી અગાઉ કરોડો લોકો મરણ પામ્યા છે. જીવન છે તો મૃત્યુ છે. તેને હોસ્પીટલ માંથી રજા આપવામાં આવી પછી નર્સીગ સ્ટાફે તેની સારી કાળજી લીધી થોડા દિવસ પછી તે અવસાન પામી. મૃત્યુ સમયે ચર્ચના રેવરન્ડ મી બીલ હાજર હતા. તેણીએ શાંતિથી દેહ છોડ્યો. મૃત્યુ પછી તેની ઇચ્છા મુજબ થોડા લોકોની હાજરીમાં રેવરન્ડ મી બીલ અંતીમવિધી પૂર્ણ કરી. બાર્બરા પોતાના મનની શુષુપ્ત લાગણીઓ વ્યક્ત કરી એવી બીજા કોઇ દર્દીએ નથી કરી. અમારા સંબંધો ડોક્ટર દર્દીનાથી આગળ દોસ્તીના થયાતેણીએ મને તેના અંગત બાબતો શેર કરવા યોગ્ય ગણ્યો તે સારવાર કરનાર ડોક્ટર માટે સામાન્ય વાત નથી.
•A friendship beyond professionalism…. ડો જેરોમ ગૃપમેન એમ. ડી.
•બ્લોગ બાય : ડો.રશ્મિકાન્ત મહેતા