The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની મોટી જીત

ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની મોટી જીત

0
ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની મોટી જીત

ત્રિપુરામાં અગરતલા મહાનગર પાલિકા અને અન્ય નગર પાલિકા ચૂંટણીઓની 334માંથી 329 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઇ છે. જેમાં 112 બેઠકો પર ભાજપ અગાઉ જ બીનહરિફ જીતી ચૂક્યું છે.

ભાજપે ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષના સૂપડા જ સાફ કરી દીધા છે. અગરતલા સહિત 14 ચૂંટણીઓમાં ભાજપે કુલ 334 વોર્ડ્સમાંથી 329 વોર્ડ્સ પર કબજો કરી લીધો છે. કુલ 334 બેઠકોમાંથી 22 પર 25 નવેમ્બરે મતદાન થયું હતું. જેમાંથી 217 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે 112 પર ભાજપના ઉમેદવારો બીનહરિફ ચૂંટાઇ આવ્યા છે.

રાજ્ય ચૂંટણી આયોગના અનુસાર, ભાજપ 15 બેઠકો વાળી ખોવાઈ નગર પાલિકા, 17 બેઠકો વાળી બેલોનિયા નગર પાલિકા, 15 બેઠકો વાળી કુમારઘાટ નગર પાલિકા અને 9 બેઠકો વાળી સબરૂમ જિલ્લા પંચાયતના તમામ વોર્ડ પર ભગવો લહેરાવવામાં સફળ રહી છે. ભાજપે ધર્મનગર નગર પંચાયત, તેલિયામુરા નગર પાલિકા અને અમરપુર જિલ્લા પંચાયતમાં પણ ક્લીન સ્વીપ કર્યું છે.

ચૂંટણી અધિકારીઓના અનુસાર, સોનમુરા જિલ્લા પંચાયત અને મેલાઘર જિલ્લા પંચાયતમાં પણ ભાજપે તમામ 13 બેઠકો પર જીત મેળવી છે. ભાજપે જિરાનિયા જિલ્લા પંચાયતને પણ જીતી લીધી છે. ભાજપે અંબાસા નગર પાલિકાની 12 બેઠકો પર જીત મેળવી છે, અહીં TMC અને CPI-Mએ એક-એક બેઠક જીતી છે. અહીં એક બેઠક અપક્ષી ઉમેદવારને પણ મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!