મતદાન જાગૃતિ માટે ભરૂચમાં શિક્ષકો,વિદ્યાર્થીઓએ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા નિકળી બાઇક રેલી

0
132

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ દરમિયાન ભરૂચ જિલ્લાની ૫ બેઠક પર તા.૧ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે ત્યારે આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે લોક જાગૃતિ ફેલાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

જે સંદર્ભે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગના નેતૃત્વમાં  વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૭ નવેમ્બર ૨૦૨૨ના રોજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી અધિક નિવાસી કલેકટર એન.આર.ધાધલે લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી  એસ આર ગાંગુલી સહિત જિલ્લા શિક્ષણાધિકારી કીશન એફ વસાવા, સ્વીપ નોડલ અધિકારી અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ. દીવ્યેશ પરમાર તેમજ બી આર સી કો-ઓર્ડીનેટર, પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ, કોલેજના વિદ્યાર્થીઓએ અને સામાજિક સંસ્થાઓએ ભાગ લીધો હતો.

આ બાઈક રેલી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડથી પાંચબત્તી સર્કલ, રેલ્વે સ્ટેશન, કસક સર્કલ, શીતલ સર્કલ થઈ કોલેજ રોડ, ભોલાવ બ્રીજથી કલેકટર કચેરી અને શકિતનાથ સર્કલ થઈ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડ એ બાઈક રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની વિવિધ સ્કૂલના ૩૮૦ જેટલા શિક્ષક ભાઈ બહેનોએ, સામાજિક સંસ્થા,તેમજ કોલેજના વિદ્યાર્થીએ ભાગ લઈ રેલીને સફળ બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here