સૂર્ય ગ્રહણના સૂતક કાળ લઈને આગામી મંગળવારે ભરૂચ ઓસારા મંદિર રહેશે બંધ

0
111

ભરૂચ જિલ્લામાં આવેલ વિશ્વશાંતિ મહાકાળી તપોભૂમિ ઓસારા જે અઠવાડિયામાં એકજ દિવસે માત્ર મંગળવાર ના દિવસે જ ભક્તો માટે  દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવે છે.

જે આગામી મંગળવાર તા ૨૫-૧૦-૨૦૨૨ ના રોજ છે.તે દિવસે સૂર્ય ગ્રહણ હોવાથી મંદિર  દર્શન માટે ખુલશે નહિ,જેની દર્શાર્થીઓને નોધ લેવા સંચાલકોએ વિનંતિ કરી છે.

આ સૂર્ય ગ્રહણ એક આંશિક સૂર્ય ગ્રહણ છે અને આ વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ છે. તેનો સૂતક કાળ 24 ઓક્ટોબર એટલે કે દિવાળીની રાતે 02 વાગીને 30 મિનિટે લાગી જશે, જે આગલા દિવસે 25 ઓક્ટોબરે સાંજે 04 વાગીને 22 મિનિટ સુધી રહેશે.

જેના લીધે તા.૨૫મીને મંગળવારે મંદિર ખોલવામાં આવશે નહિ તા ૨૬-૧૦-૨૦૨૨ નારોજ   બેસતાવર્ષના દિવસે મંદિર સવારે ૭.૩૦ કલાકથી સાંજે ૭.૩૦ કલાક સુધી ખુલ્લું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here