•ભરૂચ શહેરમાં હાઇવે અને સ્ટેટ હાઇવે સહિતના માર્ગો ઉપર એન્ટ્રીના નામે પોલીસ, ટ્રાફિક, હોમગાર્ડ અને ટીઆરબી જવાનોનું વાહનચાલકો પાસે રૂ.50 થી 500 નું ઉંઘરાણું

ભરૂચના NH 48 કે અન્ય સ્ટેટ હાઇવે કે બાયપાસ ઉપર વાહનચાલકો પાસેથી એન્ટ્રીના નામે ઉધરાણું બેરોકટોક ચાલી રહ્યું છે. ઝાડેશ્વર ટોલ પ્લાઝા પાસેથી જ 5 દિવસ પેહલા ₹50 ની લાંચ લેતા પો.કો. ઝડપાયા બાદ વડોદરા ગ્રામ્ય ACB ના છટકામાં TRB જવાન ₹50 ની લાંચ લેતા ભરૂચની મઢુલી ચોકડી પરથી પકડાઈ ગયો છે.
ભરૂચના હાઇવે તેમજ વિવિધ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ, ટીઆરબી અને પોલીસ જવાનોને જાણે ACB નો પણ ખોફ ન હોય તેમ તેઓ બેખોફ બની વાહનચાલકો પાસેથી એન્ટ્રી ફી ના નામે ઉઘરાણું કરી રહ્યા છે. પાંચ દિવસ પેહલા જ ઝાડેશ્વરનો પો.કો. ભરૂચ ACB ની ટ્રેપમાં રૂ.50 લેતા ઝડપાયો હતો. જેની શાહી હજી સુકાય નથી ત્યાં સોમવારે વડોદરા ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોએ ભરૂચ-દહેજ રોડ પરથી વધુ એક ટીઆરબી જવાનને એન્ટ્રી ફી ના નામે લાંચ લેતા પકડી પાડ્યો છે.

વડોદરા ગ્રામ્ય ACB ને માહિતી મળી હતી કે, ભરૂચથી દહેજ જવાના માર્ગ ઉપર પોલીસ, GRD, હોમગાર્ડ અને TRB ના માણસો વાહન ચાલકો પાસેથી એન્ટ્રીના નામે ₹50 થી 500 સુધી લાંચ પેટે લે છે. ACB એ સોમવારે છટકું ગોઠવુ હતું. PI કે.વી. લાકોડ દ્વારા મદદનીશ નિયામક એસ.એસ. ગઢવીના સુપરવીઝનમાં ટ્રેપ ગોઠવાઈ હતી. ભરૂચની મઢુલી ચોકડી પરથી TRB જવાન રવિન્દ્રસિંહ ગણપતસિંહ ઠાકોર લાંચની માંગણી કરી વાહન ચાલક પાસેથી ₹50 લેતા ઝડપાઇ ગયો હતો. ACB ની 5 દિવસમાં જ ભરૂચમાં બીજી સફળ ટ્રેપ છતાં વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચાલકો પાસેથી એન્ટ્રીના નામે રૂપિયા પડાવતાં જવાનો બિન્દાસ હોવાનું લાગી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here