આઝાદીનો અમૃત મહોત્સવ ” અંતર્ગત અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૪૬ જન્મ જ્યંતી પ્રસંગે જન આરોગ્ય યોજના ” પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત ” યોજના અને NFS યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણનો કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ભરૂચના સિધ્ધિ વિનાયક મંદિર, મકતમપુર ખાતે યોજાયેલ નગરપાલિકાના વોર્ડ નંબરઃ ૬ના લાભાર્થીઓ માટે રાખવામાં આવેલ કાર્યક્રમમાં ૨૫૧ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરાયું હતું.
આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મડજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ઉપલક્ષમાં જણાવ્યું હતું કે, સરદાર સાહેબે દેશને આઝાદી મળ્યા પછી દેશના ૫૬૨ રજવાડાઓને એક કરીને દેશમાં એકતાની મિશાલ સ્થા પી હતી જેના પરિણામે સમગ્ર વિશ્વમાં આજે ભારત દેશની આટલી મજબૂત લોકશાહી જીવંત રહી છે. તેમણે ગુજરાત રાજયમાં પણ છેવાડાના માનવીને તેમના લાભો તેમના સુધી પહોંચે તે માટે રાજય સરકાર કટિબધ્ધા હોવાનું જણાવ્યું હતું. આ વેળાએ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, નગરપાલિકાના વોર્ડના સદસ્યો, નગરજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here