૩૧ ડીસેમ્બરને ધ્યાને લઇ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પ્રોહી/જુગારની બદ્દીઓ ડામવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા પ્રોહી/જુગારની ડ્રાઇવ આપી જિલ્લામાં હોટલો, ફાર્મહાઉસો વિગેરે ચેક કરવા આપેલ સુચના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં BSNL ઓફીસ પાછળ આલી માતયારીયા તળાવ ઝુપડપટ્ટીમાં રહેણાંક મકાનમાં પ્રોહીબિશનની સફળ રેઇડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય સુત્રધાર એવા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ભરૂચ એલ.સી.બી ટીમે વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની નાની મોટી કુલ બોટલ નંગ-૨૬૨ કિ. રૂ ૩૮,૨૦૦/-, મોબાઈલ નંગ-૦૧ કિ રૂ. ૫,૦૦૦/-, કાળા કલરનું ટ્રાવેલીંગ બેગ કિ રૂ.૧૦૦/- મળી કુલ રૂપિયા ૪૩,૩૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે રાકેશ ઉર્ફે રાકો મોહનભાઈ વસાવા રહેવાસી. BSNL ઓફીસ પાછળ, આલી માતરીયા તળાવ ઝપડપટ્ટી ભરૂચ ઝડપી પાડી મુખ્ય સુત્રધાર એવા નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થ રહેવાસી.દાંડીયા બજાર ભરૂચ અને યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઈ મિસ્ત્રી રહેવાસી. સમની ગામ તા.આમોદ જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ આરોપીને એ ડિવિઝન પોલીસ મથકે આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો.