જેતપુર પાવી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ બાતમી આધારે એક સ્વિફ્ટ ડીઝાયર ગાડી નંબર GJ-23-CA-1218 ની ગે.કા રીતે વિદેશી દારૂ ભરી નસવાડી તરફ થી દેવલીયા તરફ આવે છે. તેવી બાતમી આધારે સ્ટાફના માણસો દેવલીયા ચોકડી ઉપર વોચમાં હતા, તે દરમ્યાન એક સ્વિફ્ટ ડીઝાયર ગાડી નસવાડી તરફથી આવતા તેને રોકી તેના ડ્રાઈવર નું નામ પૂછતા પોતે પોતાનું નામ હરેશભાઇ જયંતીભાઇ જાતે પટેલ તથા બાજુની સીટમાં બેસેલ ઇસમનું નામ પુછતા પોતે પોતાનું નામ ઉમેશભાઇ જયંતીભાઇ પટેલ બને રહે.આસોદરા તા.આકલાવ જી.આણંદના હોવાનુ જણાવ્યું હતું.

પોલીસ ટીમે તેમની સ્વિફ્ટ ડીઝાયર ગાડીની ઝડતી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ ગોવા સ્પીરીટ ઓફ માથનેશ વ્હીસ્કીના ૧૮૦ એમ.એલ.ના પ્લાસ્ટીકના બોટલ નંગ-૩૮૪ કિ.રૂ.૩૮,૪૦૦/- તથા લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. ના કાચના બોટલ નંગ-૬ કિ.રૂ.૧૬,૩૨૦/- તથા લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી ઓરેંજ ફ્લેવરેડ વોડકાના ૧૮૦ એમએલ.ના કાચના બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૩૬,૦૦/- તથા સ્વિફ્ટ ડીઝાયર ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા બંનેવ આરોપીની અંગ ઝડતી માંથી કબ્જે કરેલ મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૫૦૦/- મળી તથા અંગ ઝડતીના રોકડા રૂ.૧૪૯૦ મળી કુલ કિ.રૂ.૫,૯૩,૭૧૦/- નો ઈંગલીશ દારુનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here