વાગરા તાલુકામાં રાજ્ય સરકાર દ્ધારા એસ.ડી.આર.એફ. ની જોગવાઈ મુજબ માત્ર ૧૧ ગામોને પાક નુકશાની વળતર ચૂકવવાનું નક્કી થતા ખેડૂત આલમ માં રોષ વ્યાપી જવા પામ્યો હતો.વાગરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી અન્ય ગામોને વળતર મળે એ માટે રજુઆત કરવામાં આવી હતી.

વાગરા તાલુકામાં ઔધીયોગિક પ્રદુષણ ને કારણે ખેડૂતો ને ભારે નુકશાન થયા ના સમાચારો પ્રકાશિત થતા તંત્ર હરકત માં આવ્યુ હતુ. તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના પ્રદુષણ થી અસરગ્રસ્ત તાલુકાઓનું સર્વે કરવામાં આવ્યુ હતું જેનું કોઈજ વળતર ખેડૂતો ને આજદિન સુધી મળ્યુ નથી. ત્યાતો કુદરત ના પ્રકોપના પગલે વાગરા તાલુકામાં ભારે વરસાદ થતા ખેડૂતો ની દશા બેસી ગઈ હતી.ખેતી ના પાક ને મબલખ નુકશાન થી જગત તાત વિચલિત થઈ ગયો હતો.

ગુજરાત માં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ ને ધ્યાને રાખી રાજ્યભરમાં નુકશાની માટે ગામો નકકી કરવામાં આવ્યા હતા.જેમાં વાગરા તાલુકા ના માત્ર ૧૧ ગામો નો સમાવેશ થતા ખેડૂતો માં ભારે રોષ વ્યાપી ગયો હતો. ૧૫ થી વધુ ગામના ખેડૂતો તાલુકા ના અસરગ્રસ્ત અન્ય ગામોને વળતર આપવામાં આવે તે માટે ભારતીય કિસાન સંઘ ના નેજા હેઠળ વાગરા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યુ હતું.

જો અન્ય અસરગ્રસ્ત ગામોનો વળતર મામલે રાજ્ય સરકાર સમાવેશ નહિ કરે તો અંતે ના છુટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એમ ભારતીય કિસાન સંઘ ના જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજે જણાવ્યુ હતું. આ આવેદન પાઠવવા અનેક ગામના ખેડૂતો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here