• ૧૬ જેટલા ખેતરોની શેરડી સળગાવી દેવાતા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ અસામાજીક તત્વો સામે કાર્યવાહીની માંગ કરી.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે ગત તા.ર૯ મીના રોજ રાતના સમયે ગામના મકોડિયા વગા,કાછી વગા,ઝોરા વગા અને યાડિયા વગામાં આવેલ ૧૬ જેટલા શેરડીના ખેતરોમાં કોઈ અસામાજીક તત્વોએ આગ લગાડી દેવાતા આ ખેડૂતોને અંદાજીત રૂપિયા પાંચ લાખ જેટલું નુકશાન થયુ હતુ.આ ઘટના બાબતે તે સમયે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી.

આ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તાજેતરમાં યોજાઈ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવત રાખીને કોઈ વિઘ્નસંતોષિ દ્વારા આગ લગાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ૨૦૦૭ ની સાલથી ર૦ર૧ સુધી રાણીપુરા ગામે ગ્રામ પંચાયતની ચુંટણી નથી થઈ.અત્યારસુધી ગામમાં બિનહરિફ પંચાયત બનતી હતી. જ્યારે હાલમાં ગામમાં ચુંટણી યોજાઈ હતી.દરમ્યાન આજરોજ રાણીપુરા ગામના સરપંચ મીતાબેન સુરેશભાઈ વસાવા તેમજ મનોજભાઈ ઠાકોરભાઈ દેસાઈ સહિતના પંચાયત સધ્સ્યોએ આજરોજ ભરૂચ જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને આવેધ્ન આપી રાણીપુરા ગામે શેરડીના ૧૬ જેટલા ખેતરો સળગાવી ઇઈને ખેડૂતોને લાખો રૂપિયા નુકશાન પહોંચાડનાર અસામાજીક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.

આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે અગાઉ પણ રાણીપરા ગામે સરકારી તેમજ પંચાયતની માલિકીની મિલકત અને સામાનને નુકશાન પહોંચાડવા ઉપરાંત તેની ચોરી થતી હોવાના બનાવો તેમજ ખેતરોમાં પણ ચોરી અને ભેલાણના બનાવો બનતા હતા. હાલમાં ૧૬ ખેતરોના ૭૦ વિઘા જમીનમાં વાવેતર કરેલ શેરડીનો પાક સળગાવી ઇઈને ખેડૂતોને નુકશાન પહોંચાડવાનું કૃત્ય ચુંટણીની અદાવતે જ કરાયુ હોવાની રજુઆત કરીને આવા અસામાજીક તત્વો પર કાયદેસર કાર્યવાહી કરવા પણ માંગ કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here