• વાગલખોડ ગામનાજ 30 થી 35 નું ટોળાએ ધસી આવી ઘર પર પથ્થરમારો કરી બે બાઈક તોડી નાખી.

• 31 આરોપીઓએ 47 હજારની લૂંટ અને તોડફોડ અને બેને ઇજાઓ કરી હતી.

વાલિયા તાલુકાના વાગલખોડ ગામના વોર્ડ નંબર 1 ના ઉમેદવાર મતદાન સ્લિપો વેચવા ગયેલા ત્યાંથી પરત ઘરે ફરતા તે અરસામા ગામના અન્ય માથાભારે 30 થી 35 લોકોએ આવી ગાળા ગાળી કરી ઘર ઉપર પથ્થરમારો કરી ધારીયાથી બાઈક ઉપર તોડફોડ કરી ઉમેદવાર અને તેના પરિવાર ઉપર લાકડીના સપાટા મારી હુમલો કરી મહિલાઓની છેડતી કરી સોનાની ચેઇન અને ઘરની તીજોરીમાંથી રોકડા રૂપિયાની લૂંટ કરી મારી નાખવાની ધમકીઓ આપી ભયનું વાતાવરણ ઉભું કરી દીધું હતું.

આ બનાવની વાલિયા પોલીસને જાણ થતાં લૂંટારુઓ નાસી છૂટ્યા હતા.હાલ પોલીસે લૂંટ ,છેડતી ,મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાના ગુના હેઠળ 31 વિરૂધ્ધ નામજોગ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરિયાદી સુરેખાબેન ચુનિલાલ વસાવા ઉ.વ. ૨૧ રહે- વાગલખોડ બસસ્ટેન્ડ ફળીયાની ફરિયાદના આધારે રાત્રીના આઠ વાગ્યે મારક હથિયારો લઈ નિલેશ ઉમેદ વસાવાએ તેની સાથે આવેલા તેના સાગરીતોને સુનિલ ચુનિલાલ વસાવાને માર મારવા કહેતા ઘરમાં હુમલો કરવાના ઈરાદે પ્રવેશ કરી સુનિલને રાજેન્દ્ર રણજીતએ લાકડાનો સપાટો જમણા હાથમા મારી ઈજા કરી સાથેના રાકેશ રમેશ, રોહિત રણજીત, રોહિત મહેન્દ્ર, તેજશ જગદીશએ ઝપાઝપી ગાળાગાળી કરી સુરેખાબેન અને મંગીબેન ચુનિલાલ વસાવાની આબરૂ લેવા છેડતી કરી ઘરમાં રાખેલ પતરાના શો-કેશની તોડફોડ કરી અંદર મુકેલ સોનાની ચેઈન અડધા તોલાની-૧ જેની કિંમત 30 હજાર અને રોકડા 17 હજાર મળી કુલ 47 હજારની લૂંટ કરી અન્યોએ ઘરની આગળ મુકેલી સુનિલની પલ્સર મોટર સાયકલ GJ 16 CA 6859 તથા સુરેખા અને જ્યોતિષ વસાવા ઘરના પતરાની તોડફોડ કરી નુકશાન કરી પીયુષ રવજી વસાવાની મોટર સાયકલને ઘરના પતરાની તોડફોડ કરી નુકશાન કર્યું હતું.

પોલીસે આ ઘટનામાં (૧) નિલેશ ઉમેદ વસાવા (૨) સુનિલ અરવિંદ વસાવા (૩) અરવિંદ દિવાસીયા વસાવા (૪) રાજેન્દ્ર રણજીત વસાવા (૫) મથુર માનીયા વસાવા (૬) રોહિત રણજીત વસાવા (૭) નિતીન કાલીદાશ વસાવા (૮) અમિત રમેશ વસાવા (૯) સતિષ પ્રતાપ વસાવા (૧૦) પ્રકાશ ગોકુળ વસાવા (૧૧) વિજય ગોકુળ વસાવા (૧૨) જશવંત અર્જુન વસાવા (૧૩) તેજશ જગદીશ વસાવા (૧૪) કમલેશ ભયો (૧૫) હરિલાલ મધુભાઇ વસાવા (૧૬) સંજયભાઇ રવિયાભાઇ વસાવા (૧૭) સતિષભાઇ બરશનભાઇ વસાવા (૧૮) વસંત (૧૯) જયેન્દ્રભાઇ શનાભાઇ વસાવા (૨૦) રોહિતભાઇ મહેન્દ્રભાઇ વસાવા (૨૧) પિંકેશભાઇ મહેન્દ્રભાઇ વસાવા (૨૨) રાકેશભાઇ રમેશભાઇ વસાવા (૨૩) અમિતભાઇ રમેશભાઇ વસાવા (૨૪) મુકેશભાઇ શુકલાલ વસાવા (૨૫) રતીલાલ બાબુભાઇ વસાવા (૨૬) નિતેશભાઇ ભયજીભાઇ વસાવા (૨૭) કિરીટભાઇ બકુલભાઇ વસાવા (૨૮) સમીરભાઇ મનાભાઇ વસાવા (૨૯) હરેન્દ્ર ભયો જેના બાપનું નામ ખબર નથી (૩૦) સરમુખ રહેવાસી- માલજીપરા (૩૧) મહેન્દ્રભાઇ રેવલાભાઇ વસાવા તમામ રહેવાસી- વાગલખોડ નાઓ ઉપર IPC કલમ- ૩૯૫, ૪૫૨, ૩૫૪, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨) તથા GPAct કલમ- ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

આ સમગ્ર મામલે ભોગબનનાર સુરેખા વસાવાએ જણાવ્યું કે 1 લા વોર્ડમાં મતદારની સ્લીપ વેચવા ગયા હતા ત્યાંથી સ્લીપ વેંચી ઘરે પરત આવતા તરત જ 30 થી 35 નું ટોળું ધારિયા, ભાલા અને લાકડીના સપાટા લઈ દોડી આવ્યા હતા. અમારા પરિવારના સભ્યોને ગાળાગાળી કરતા ઘર ઉપર પથ્થરમારો કરી ગાડી ઉપર ધારીયા મારી નુકસાન કરી અને અમારી બહેન દીકરીઓની ઈજ્જત લુંટવાના પ્રયાસ કરતા ખેંચતાણ કરી ધકામારી પાડી દીધી હતી હાહાકાર મચાવી દીધો હતો.

તો ઘટના પર પ્રકાશ પાડતા એસ .કે.ગામીત પીઆઈ વાલિયાએ જણાવ્યું કે, વાલીયા તાલુકાના વાગલખોડ ગામે રાત્રે ચૂંટણી બાબતે મારામારી થઈ હતી જેમાં કુલ ૩૧ આરોપીઓ છે આરોપીઓએ ૪૭ હજારની સોનાની ચેન અને રોકડાની લૂંટ કરી હતી બે મોટર સાયકલ બે ઘરને તોડફોડ કરી અને મહિલાઓની છેડતી કરી લૂંટ અને ધાડની ફરિયાદ થયેલ છે. આ ફરિયાદની સામે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી.

•અતુલ પટેલ,ન્યુઝલાઇન, વાલિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here