
ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપ અને કોંગ્રેસ આગેવાનો સામે ભડાસ કાઢી છે. ચૈતર વસાવા સામે ભાજપના ઈશારે પોલીસે કેસ નથી કર્યો પણ તેમને ગુનો કર્યો અને તેમના જ આપ અને કોંગ્રેસના આદિવાસી વન કર્મીઓને માર્યા એમાં આ વન કર્મીઓએ જ ફરિયાદ નોંધાવી છે.
દેડિયાપાડાના જુના મોઝદા ગામે એક જાહેર કાર્યક્રમમાં ભરૂચ-નર્મદા BJP સાંસદ મનસુખ વસાવાએ હાલ ચૈતર વસાવા સામે ફરિયાદને લઈ આપ અને કોંગ્રેસ દ્વારા ચાલતા આંદોલનોમાં લોકોને સાચો અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદે જાહેર મંચ પરથી AAP ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ તેમના જ આદિવાસી ભાઈઓ એવા વન કર્મચારીઓએ કરી હોવાનો ફોડ પાડ્યો હતો. આ વન કર્મીઓ આપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા હોય ચૈતર વસાવા સામે ફરિયાદમાં ભાજપનો કોઈ હાથ નહિ હોવાનું કહ્યું હતું.
સાથે જ ધારાસભ્યએ કાનૂની પ્રક્રિયાને અનુસરવા અને વન કર્મીઓની ભૂલ હતી તો કાયદો હાથમાં ન લેવા પણ ટકોર કરી હતી. હાલ તેઓ ભાગતા ફરે છે ત્યારે તેમના સમર્થનમાં દેખાવો કરતા સ્થાનિક કોંગ્રેસી આગેવાનોને પણ BJP સાંસદે આડે હાથ લીધા હતા.કોંગ્રેસના શેરખાન પઠાણ જે બહાર નીકળે છે તે બકરી બની જશે. એમના ગોરખધંધા અમને ખબર છે. શકુર પઠાણ એન્ડ કંપની શેરખાન પઠાણના પરિવારે જંગલો પુરા કરવાનું કામ કર્યું હોવાના પણ સાંસદે બેફામ નિવેદનો કર્યા હતા.
આગામી લોકસભા ચૂંટણી અને ઉમેદવારોની વાત કરતા સાંસદ બોલ્યા હતા કે, ચૈતર વસાવા, સ્વ. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ આવે ભાજપને કોઈ ફેર પડતો નથી.અમારા ભાજપ સામે મજબૂત ઉમેદવાર સંસ્કારી પરિવારની દિકરી મુમતાઝ પટેલ છે. બાકી ચૈતર ફૈતર તો પાણી ભરે, રીંગણા – બટાકા હોવાનું સાંસદે બોલી દીધું હતું. સાથે જ મનસુખ વસાવાએ સ્વ. અહેમદ પટેલના ભરપૂર વખાણ કરી તેમણે ભરૂચ, ગુજરાત અને દેશ માટે ઘણું બધું કર્યું હોવાનું કબુલ્યું હતું.