વિવાદોમાં રહેતા નાંદોદના કાંદરોજ ગામે પેહલીવાર ચૂંટણી નહીં યોજાય. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું કાંદરોજ ગામ આઝાદીના ૭૫ વર્ષ બાદ પ્રથમવાર સમરસ થયું છે.આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માં આ ગામમાં ભારે રસાકસી રહેતી અને પરંતુ આ વર્ષે આખું ગામ એક થઇ ગામમાં રહેતા સહકારી આગેવાન સુનિલ પટેલ દ્વારા ઉમેદવારોને સમજાવતા ગ્રામજનો પણ વાદ વિવાદ છોડી એક થઇ રહેવાનું પસંદ કર્યું અને નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાનું એક કાંદરોજ ગામ સમરસ થયું છે.
હવે એક થઇ વિકાસની વાત કરવી છે કોઈ ઝગડી ને વેર રાખીને નાના મોટા નથી થતા જો ગામમાં સુખ સુવિધા હશે તો આપનો જ પરિવાર ઉપયોગ કરશે ની વાત ને લઈને નવા સરપંચ અને સભ્યો વાત કરી રહ્યા છે. ગામો અનેક સમરસ થતા હશે પણ હંમેશા વિવિદ માં રહેતું કાંદરોજ ગામ આઝાદીના અમૃત મહોત્સવ ના વર્ષ નિમિતે ચૂંટણીઓ માં એક બીજાની સામે ઝઝુમતું ગામ સમરસ થઈ ને અન્ય ગામો માટે એક દાખલ રૂપ બન્યું છે.
ગામના આગેવાન સુનિલ પટેલે જણાવ્યું હતું કે અમારું કાંદરોજ પ્રથમ વાર ગામ સમરસ થતા જ ગામના લોકોમાં ઉત્સાહ વધ્યો છે. ગામના હીરાબેન વસાવા સરપંચ પડે ચૂંટાયા છે. ગામ સમરસ થતા ચૂંટણી બાદ જે વિવાદો થતા હતા તે હવે નહિ થાય અને ગામ નો વિકાસ થશે. આ વર્ષે ગામ સમરસ થતા આ તમામ વિવાદોનો અંત આવ્યો છે.આગામી દિવસોમાં ગામને વાઇફાઇ થી સજ્જ કરવામાં આવશે.ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે.