•ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ સહિતના કર્મચારીઓએ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બીલ વિરૂદ્ધ દેખાવો કર્યા
ભરૂચ મકતમ્પુર ખાતે જીઇબી કચેરી બહાર ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંધ અને જીઈબી એન્જિનિયર એસોસિએશનના સયુંકત ઉપક્રમે બપોરે પોસ્ટરો, બેનરો સાથે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બીલનો કર્મચારીઓ દ્વારા સૂત્રોરચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જેમાં વીજક્ષેત્રના ખાનગીકરણ અંગે સત્ય હકીકતો અને ગ્રાહકો-કર્મચારીઓમાં જાગૃતતા લાવવા માટેનું અભિયાન ભારત સરકારના ઊર્જા વિભાગ દ્વારા ઇલેક્ટ્રિસીટી એમેન્ડમેન્ડ બીલને નોટિફાય કરવામાં આવેલ છે. જેના અનુસંધાને વીજ ક્ષેત્રની જનરેશન-ટ્રાન્સમિશન-ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના તમામ વિભાગોને ખાનગીકરણ તરફ સરકાર દ્વારા લઈ જવા માંગે છે. જેના અનુસંધાને સમગ્ર દેશના વીજ ક્ષેત્રના કર્મચારીઓ અને અધિકારીઓ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેનટ બિલ-૨૦૨૧ના વિરોધમાં ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના અધિકારીઓ અને કમૅચારીઓ પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
રાજ્યના સહયોગથી વીજ કર્મચારીઓ અને /અધિકારીઓ દ્વારા અત્યાર સુધી સરકારના સહયોગથી તનતોડ મહેનત કરી સમગ્ર રાજ્યનુ વીજ નેટવર્ક ઉભુ કરેલ છે. જેના લીધે સમગ્ર રાજ્યમાં 24×7કલાક વીજ પુરવઠો મળી રહે છે. વીજ બીલ એક્ટ-૨૦૦૩ માં ગ્રાહકોને સસ્તા દરે વીજળી પુરી પાડવાનો હેતું હતો. જે સિધ્ધ થયો નથી.આ નવિન વીજ બીલ એમેડમેન્ટ-૨૦૨૧ થી ગ્રાહકોને મળતી વિવિધ સબિસડીઓ બંધ થઇ શકે છે. તેમજ ખેતીવાડી- ઉત્પાદકો માટે વીજળીના ભાવો વધી શકે છે. આ બીલ ગ્રાહકોની કમર તોડી નાખશે. આ બિલ પરત ખેચવામા નહીં આવે તો ન છૂટકે કર્મચારીઓને આદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશેની ચીમકી પણ અપાઇ હતી.