•માછીમારી નહીં કરવાની સૂચના

બંગાળની ખાડીમાં બની રહેલા દબાણને કારણે ફરીથી વાવાઝોડાનું સંકટ માથા પર મંડરાયુ છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પર ચક્રવાતી તોફાન આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં એક તોફાન આકાર લઈ રહ્યુ છે, જે 4 ડિસેમ્બર એટલે કે શનિવાર સુધી આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના દરિયા કિનારે પહોંચી જશે. આ વાવાઝોડાને ‘જવાદ’ નામ આપવામાં આવ્યું છે.45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશેઆ વાવાઝોડાની અસર થોડા સમય બાદ ગુજરાતમાં પણ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા આ જવાદ વાવાઝોડાને લઇને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે 2 થી 6 ડિસેમ્બર દરમિયાન પવન ફૂંકાઈ શકે છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં રહેલી તમામ બોટોને પણ પરત આવવા સૂચના પણ અપાઈ છે.

રાજયના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ પણ પડ્યો છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ આ સ્થિતિ આગામી 2 દિવસ સુધી રહેવાની છે. 45 થી 55 કીમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના લીધે ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી સુરતમાં વરસાદ અને ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે.

લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપતા ગુજરાત રાજ્યના ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના દરિયાકિનારા પર તારીખ 2 ડિસેમ્બર 2021થી 6 ડિસેમ્બર 2021 દરમિયાન 45થી 55 કીમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી આપી છે. જે સંબંધે દરિયામાં કે નજીકના ક્ષેત્રમાં માછીમારી નહીં કરવા સલાહ આપવામાં આવી છે. કોઇપણ બોટ/હોડીઓને માછીમારી માટે ટોકન ઇસ્યુ નહીં કરવા તેમજ દરિયાકાંઠા નજીકના માછીમારો દરિયો ખેડે નહી તે અંગેની જરૂરી સૂચના આપી છે. એટલું જ નહીં હાલ સમુદ્રમાં રહેલી તમામ બોટોને તાત્કાલિક પરત આવવા જણાવવા માટે સંબંધિત અધિકારીઓને આ સૂચના અપાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here