• એઇડ્સથી કઈ રીતે બચી શકાય તેની માહિતી અપાઈ

ભરૂચમાં વેલ્ફેર નર્સિંગ કોલેજ અને ઈનર વ્હિલ કલબના સંયુક્ત ઉપક્રમે વિશ્વ એઈડ્સ દિવસ અતર્ગત હિંગલોટ ગામમાં AIDS વિશે જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું.

નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ તેમજ પ્રોફેસર અને સ્ટાફ દ્વારા આજે હિંગલોટ ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામલોકોને AIDS વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. એઇડ્સથી કઈ રીતે બચી શકાય, શું શું કરવું જોઈએ અને કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ એની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે વેલ્ફેર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ઝુબેર પટેલ અને કાદર ડેલાવાળા, ઈનરવ્હિલ કલબના પ્રમુખ રિઝવાના ઝમીનદાર તેમજ સખી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. હિંગલોટ સ્કૂલના આચાર્ય સલિમ પટેલ દ્વારા આ કાર્યકમને સફળ બનાવવા તમામ પ્રકારની સહાયતા કરી હતી. તેમજ જન જાગરૂકતા માટે આવા કાર્યક્રમ અતિ આવશ્યક છે એમ જણાવ્યું હતું.

એઇડ્સથી પીડિત વ્યક્તિ સાથે આત્મીયતા પૂર્વકનું વર્તન કરવું ખૂબ જરૂરી છે. આ રોગને અટકાવવા માટે તમામે પ્રયત્નશીલ બનવું પડશે અને આ ભયંકર રોગ થવાના જે કારણો છે તેને અટકાવવા પ્રયાસ કરવો જરૂરી છે ત્યારે જ સમાજ, દેશ અને વિશ્વ આવા ભયંકર રોગોથી મુક્ત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here