સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ નો કહેર હજુ પણ યથાવત છે,દેશમાં પ્રથમ અને બીજી લહેરના તાંડવમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.કોરોના સામે લડત આપતી વેકશીન આવ્યા બાદ કોરોના નો કહેર ઠંડો પડ્યો હતો. પરંતુ હજુ પણ ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કોરોના ના કેસો રોકાવાનું નામ નથી લઇ રહ્યા, તેવામાં આજે વધુ એક દર્દીએ ખાનગી હોસ્પિટલમાં કોરોના સામે જંગ હારી સારવાર દરમ્યાન દમ તોડતા તેઓને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ અપાયા હતા.

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે આજે ૪૫ દીવસ બાદ વધુ એક મૃતક ને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા. ભરૂચ ના રેવાબા ટાઉનશીપ માં રહેતા ૭૩ વર્ષીય ચંદ્રકિશોર દામજીભાઈ ભાનુશાળીનું આજે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેમના મૃતદેહને આજે સવારે કોવિડ પ્રોટોકોલ આધીન ભરૂચ-અંકલેશ્વરના કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ૭૩ વર્ષીય ચંદ્રકિશોરભાઈએ કોરોના વેકશીન ના બંનેવ ડોઝ મુકાવ્યા હતા. છતાં કોરોનામાં તેઓનું મોત નિપજ્યા હોવાની આ ઘટના પ્રકાશમાં આવતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફેલાવા પામ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here