ભરૂચના સાયખા સ્થિત Synzeal Pharmachem કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટથી ૪ના મોત અને ૩ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. પોલીસ અને સલામતી વિભાગે તપાસ શરૂ કરી છે.
ભરૂચના વાગરા તાલુકાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી સિન્ઝીલ ફાર્માકેમ (Synzeal Pharmachem) કંપનીમાં શુક્રવારે મોડી સાંજે એક ભયાનક રિએક્ટર બ્લાસ્ટની દુર્ઘટના સર્જાઈ છે. આ પ્રચંડ વિસ્ફોટના કારણે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.આ ગંભીર અકસ્માતમાં ઘટનામાં જાનહાની થયા ની આશંકા પ્રબળ થવા પામી છે. કેટલાક શ્રમિકોને નાની મોટી ઇજાઓ થતાં આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દરમિયાન થયેલો આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. વિસ્ફોટની પ્રચંડ તાકાતના કારણે રિએક્ટરનો તૂટેલો ભાગ હવામાં ઉડીને કંપનીની બહાર જઈને પડ્યો હતો.ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ અને ફાયર ફાઈટરોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.આ વિસ્ફોટ કેમિકલ પ્રક્રિયા દરમિયાન કોઈ યાંત્રિક ખામી કે દબાણ વધી જવાને કારણે થયો છે કે કેમ, તે અંગે પોલીસ અને સંબંધિત તંત્રો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પ્રચંડ બ્લાસ્ટની ઘટનામાં ૪વ્યક્તિના મોત નીપજ્યું છે, જ્યારે ૩ જેટલા ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલાયા છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું અને પોલીસ તેમજ સેફ્ટી ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રચંડ અવાજ દૂર દૂર સુધી સંભળાયો હ્તો.આ કંપનીમાં થયેલા ધડાકાના લીધે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની અતિશય તીવ્રતાના કારણે રિએક્ટરનો તૂટેલો ભાગ હવામાં ફેંકાઈને કંપની બહાર જઈને પડ્યો હતો. આ ભયાનક વિસ્ફોટ થયા બાદ કંપનીની બહાર ચારેય તરફ ધૂળિયું વાતાવરણ છવાઈ ગયું હતું.
આ કરૂણ દુર્ઘટનામાં રિએક્ટર પાસે હાજર શ્ર્મીક અને અન્ય સહકર્મીને નાની મોટી ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલાયાનું જાણવા મળી રહ્યું છે. આ લખાય છે ત્યાં સુધીમાં ૪ શ્રમીકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટનાની જાણ થતાં જ સમગ્ર સરકારી તંત્ર પન તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને વધુ તપાસ હાથધરી છે.





