અંકલેશ્વર GIDC પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સ્ક્રેપના જથ્થા સાથે ૧ આરોપીને પકડી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવીને બોલેરો પીકઅપમાંથી ૬૭૦ કિલો એમ.એસ. સ્ક્રેપ જપ્ત કર્યો હતો. પોલીસે વાહન અને ભંગાર મળીને કુલ રૂ.૨.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે,મહાવીર ટર્નિંગથી સારંગપુર ચોકડી તરફ બોલેરો પીકઅપમાં એમ.એસ.ના ટુકડા ભરીને પસાર થવાના છે. જે બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબની બોલેરો પીકઅપ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા વાહનના પાછળના ભાગમાંથી શંકાસ્પદ સ્ક્રેપ ભરેલો મળી આવ્યો હતો.

પોલીસે વાહનચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સૈફ્યુદ્દીન કાદીર ચૌધરી જણાવ્યું હતું. તે હાલ સારંગપુર ગામમાં રહે છે અને મૂળ યુપીના સંત કબીરનગર જિલ્લાનો વતની છે. વાહનમાં ભરેલા સ્ક્રેપ અંગે આધાર-પુરાવા માંગતા વાહનચાલક પોલીસને સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પોલીસે સ્ક્રેપ અને વાહન મળી રૂ.૨.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે ચાલક્ની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here