- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.મેડીકલ અને નર્સીગ કોર્ષ માટે પણ ઓનલાઈન પરીક્ષા, મુલ્યાંકન અને પરીણામલક્ષી પધ્ધતિનો અમલ કરનારી સૌપ્રથમ યુનિવર્સિટી બનશે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ. ખાતે રાજયમાં સૌપ્રથમવાર દક્ષિણ ગુજરાતની નર્સિગ કોર્ષની શૈક્ષણિક સંસ્થાઓના પ્રિન્સીપાલ, નર્સિગ શિક્ષકો માટે ઓનલાઈન પરીક્ષાઓ, પ્રશ્નપત્રની ઓનલાઈન પ્રાપ્તિ પરીક્ષાના પેપરોની ઓનલાઈન ચકાસણી તથા પ્રશ્નપત્રોના ઓફ લાઈન બજવણી સહીતના પરીક્ષા સંબધિત દરેક પાસાઓ વિશે વિસ્તૃત મીટીંગ, ચર્ચા સભા, જ્ઞાનસત્રનું આયોજન કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
વિશ્વમાં કોરોનાકાળમાં ઓનલાઈન શિક્ષણ અને પરીક્ષાનું મહત્વ વધ્યું છે. ટેકનોલોજીના સુમેળ સાથે પરીક્ષા પધ્ધતિમાં વીર નર્મદ.યુનિ.એ આગવી પહેલ કરી મેડીકલ અને નર્સીગ કોર્ષ માટે પણ ઓનલાઈન પરીક્ષા, મુલ્યાંકન અને પરીણામલક્ષી પધ્ધતીનો અમલ કરનારી સૌપ્રથમ યુનિવર્સિટી બનશે. તબીબી શિક્ષણ સાથે છેલ્લા ત્રીસ વર્ષોથી સંકળાયેલા તેમજ નર્મદ યુનિ.ને આગવી ઓળખ આપવામાં તબીબી શ્રેષ્ઠી અને સિન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલના સભ્ય ડો.મહેન્દ્રસિંહ ચૌહાણએ ઓનલાઈન એકઝામ પધ્ધતીઓ આજના સમયની જરૂરીયાત અને કોમ્પ્યુટર વિજ્ઞાનના સમન્વયથી પારદર્શક પરીક્ષા પધ્ધતિ રાજયમાં સૌ પ્રથમવાર અમલી બનશે તેવી આશા વ્યકત કરી હતી.
આ પ્રસંગે ગુજરાત નર્સીગ કાઉન્સીલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સમયની જરૂરીયાત પ્રમાણે ઓનલાઈન પરીક્ષા પધ્ધતિએ ખૂબ ઉપયોગી અને પ્રેરણાદાયી છે. યુનિ.ના પરીક્ષા નિયામક ડો.એ.વી.ધડુક પરીક્ષા દરેક પાસાની જાણકારી આપીને સ્વાગત પ્રવચન કર્યું હતું.
યુનિ.ના કુલપતિ ડો.ચાવડાએ ઓનલાઈન એકઝામીનેશ, ઓનલાઈન કવેશન પેપર સબમીશન, અન્સારબુક ચેકીગ, પ્રશ્નપત્ર ડિસ્ટીબ્યુશન ફોર ઓફલાઈન એકઝામિશનેશન પર પ્રકાશ પાડીને વિશ્વની અન્ય વિશ્વ વિદ્યાલયની માફક આગવુ સ્થાન આપણી નર્મદ યુનિ. મેળવશે તેવી નેમ વ્યકત કરી હતી.
આ પ્રસંગે નર્સીગ એસોસિયેશન ગુજરાત બ્રાંચના સેક્રેટરી કિરણ દોમડીયા, યુનિના. ડો.ચીન્ટુ ચૌધરી સહિત યુનિ. સાથે જોડાણ ધરાવતી સરકકારી અને ખાનગી સંસ્થાઓના પ્રિન્સીપાલ સહિત ફેકલ્ટીઝ હાજર રહી ઓનલાઈન એકઝામનના જ્ઞાનસત્રને સફળ બનાવી હતી.