થોડા દિવસો અગાઉ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સિમમાંથી આર આર ઇન્ક્ના પ્રોજેક્ટ પ્રા. લી કંપનીનું રિજીઓનલ વોટર સપ્લાય પેલેજ-ર ના નેત્રંગ, વાલિયા વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી લાખોની કિંમતના પાઇપોની ચોરી અંગેનો એક ગુનો નોંધવામાં આવ્યા હતો.
જે બાદ ભરૂચ પોલીસ વિભાગના નેત્રંગ સહિત ૪ જેટલા પોલીસ મથકના સ્ટાકની મદદથી સમગ્ર મામલા અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી જે બાદ તપાસમાં ભરૂચ ટોલ નાકાના સીસીટીવીની મધ્દથી પોલીસને મામલા અંગેની કડીઓ મળતા પોલીસની ટીમોએ બાતમીના આધારે પાટીખેડા ગામ પાસેથી શંકાસ્પદ હાલતમા આઇસર ટેમ્પો સાથે બે ઇસમોની પૂછપરછ કરતા મામલે તેઓએ કવચીયા ગામ પાસેથી ચોરી કરેલા પાઇપો ત્રણ જેટલા આઇસર ટેમ્પોમાં ભરી હરિયાણા તરફ લઈ જતા હતા જે બાદ પોલીસે તુરંત એક્શનમાં આવી ઉચ્ય પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ ની ટિમોએ રાજસ્થાન પોલીસ ની મધ્ધથી તેઓને નશીરા બાદ પોલીસ મથકની હદ માંથી ઝડપી લીધા હતા.
પોલીસ પકડમાં મામલે કુલ ૧૭ જેટલા આરોપીઓ દર્શનસિહ બિસનસિહ ગરીયા રહે,ચીરાગ ગામ ,પંચાયત પાસે તા.અલવર, રાજસ્થાન,ફતેમહંમદ પ્રતાપખાન મીયા રહે, મહમદવાસ તા-ફિરોજપુર ઝીંરકા જી.નુહુમીવાર, હરદયાલ મુન્નીલાલ યાદવ રહે,બુદુનગલા હેમરાજ તા.હાથરસ જી.હાદરસ (યુ.પી.),સલમાન નજીરખા મેવાતી રહે,સાસની તા.હાથરસ જી.હાથરસ (યુ.પી),આઈસર ટેમ્પા નં-પ્તાર-73-/-7130 ડ્રાયવર મુબીન અસરખાન મૈવ મુસ્લીમ રહે, મોહમ્મદબસ તા.ફિરોજપુર મનદિએરા જી.મેવાત , હરીયાણા,સહુદ કરાર મૈવ મિસ્લીમ રહે,નીમકા તા.પુહનાના જી.નુહ મેવાત , હરીયાણા,જાહુલ ખુર્શીદ મેવાતી રહે.મોહમ્મદવાસ મસ્જીદની બાજુમાં તા.ફિરોજપુર જીરર્કા જી. ગુરગાવ ,હરીયાણા,નિઝામુદ્દીન કૈયુમખાન મેવાતી રહે,કસબા ,સાસની પલટ્ન મહોલ્લા તા.બીજલીઘર જી.હાથરસ (યુ.પી),જયપાલસીગ હરફુલ જાટપ રહે,વિધાનગર,પંચાયત ઓફિસની બાજુમાં તા.જી.હાથરસ (યુ.પી.),કૈલાસસીંગ ચંદનસીગ ભગેલ રહે,સાસની તા.બીજલીગર જી.હાથરસ (યુ.પી.),સુનીલ શેટ્ટી જારીયા ઉર્ફે આરસીગ જાટપ રહે,ધનાવર સીંગ તા.માઠ જી.મથુરા (યુ.પી.),આકાશ ઉર્ફે રાહુલ રમેશભાઇચંદ્ર જાટપ રહે,વેધાનગર ,ઈગલાસ રોડ તા.જી.હાથરસ (યુ.પી.),ગંગાપ્રસાદ ઉર્ફે જીંગા ભગવાનદાસ જાટપ રહે,વિધાનગર ,ઈગલાસ રોડ તા.જી.હાથરસ (યુ.પી.),ઇમરાન રૂસ્તમ સિતાબ મેવુ ઉ.વ. ૨૨ ધંધો – ડ્રાઇવીંગ રહે. કારોલી ખાલસા પોસ્ટ બીજવા તા.રાજગઢ જી.અલવર (રાજસ્થાન),સમીમ ઇસબ દિન મંમદ મેવુ ઉ.વ. ૨૨ ધંધો – ડ્રાઇવીંગ રહે.કેથવાડા, ખદરીવાસ તા.પહાડી જી.ભરતપુર (રાજસ્થાન),વસીમ સરફુ શ્રીસરદારખા મેવુ ઉ.વ. ૧૯ શંશો – ડ્રાઇવીંગ રહે. મોહંમદવાસ તા.ફીરોજપુરજીરકા જી.નુહુ (હરીયાણા),જહીર ઇસ્તાક ઇબ્રાહીમમેવુ ઉ.વ. ૧૯ રહે. મોહંમદવાસ તા.ફીરોજપુરજીરકા જી.નુહુ (હરીયાણા)ની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે અન્ય ર આરોપીઓ ઈમરાન રૂસ્તમ મેવ (મુસ્લીમ ) રહે,કારોલી ,બીજવા તા.રામગઢ જી.અલવર (રાજસ્થાન),ઈર્શાદ ઈલમદ્દીન મેંવ (મુસ્લીમ ) રહે,અક્કલીમ પુર,તા.નગીના જી.નુહુ મેવાત (હરીયાણા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, સાથે જ મામલા અંગે ગુન્હા માં વપરાયેલ આઇસર ટેમ્પો, ખાનગી વાહનો સહિત કુલ રૂ. ૭૫,૮૪,ર૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, ભરૂચ પોલીસની તપાસમાં આરોપીઓએ નેત્રંગમાં ર અને વાલિયા પોલીસ મથકના ૧ ગુન્હાની કબૂલાત કરતા પોલીસે તેઓ સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.