
ગઇ તા. ૦૩/૦૮/૨૦૨૨ ની રાતે અંકલેશ્વર શહેર વિસ્તાર અલનૂર કોમ્પ્લેક્ષ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યૂપિટર ગાડી લઇ ધરે આવી રહ્યા હતા તે દરમિયાન 3 જેટલા અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા.ઘાયલ સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળાને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજયું હતું. આ બાબતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે એક આરોપી અઝહર રિયાઝ ઉર્ફે ભગવાન શેખની ધરપકડ કરી હતી ત્યારે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે મહમદ હુસૈન મહમદયુસુફ ઇબ્રાહિમ શેખ અને મહમદ જૂનેદ મહમદ જાવિદ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેઓ પાસેથી એક કાર અને મોબાઈલ પણ કબ્જે કર્યા છે.