ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કલ્પના નગર સોસાયટીમાં એક વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી પલાયન થઇ જતા સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે .

પાલેજની કલ્પના નગર સોસાયટીમાં રહેતા હમીદભાઇ મેમણ કે જેઓ કઠોળનો વેપાર કરે છે . તેઓ ગત તારીખ પાંચમી મે ના રોજ પોતાના સપરિવાર સાથે મકાનને બંધ કરી તાળુ મારી રાજસ્થાનના સુપ્રસિધ્ધ યાત્રાધામ અજમેર શરીફ દરગાહના દર્શન કરવા ગયા હતા . હમીદભાઇ મેમણ અજમેર શરીફથી પોતાના પરિવાર સાથે નવમી મેના રોજ પાલેજ પરત કર્યા હતા . તેઓ પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા બાદ તેઓએ ઘરમાં પ્રવેશ કરતા પોતાના નિવાસ સ્થાનના દરવાજાનો નકુચો તૂટેલો જોતા તેઓના પેટમાં ફાળ પડી હતી અને કશું અજુગતુ બન્યું હોવાનો શક તેઓને પડ્યો હતો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here