અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં પટેલ વાડી ખાતે રહેતા ૪૫ વર્ષીય ઇમરાન દિવાને પોતાના રીક્ષાના ઘંઘા પરથી આવી પોતાના ઘરે સુતો હતો તે દરમિયાન ઝઘડાની રીસ રાખી તેના સાસુ,સસરા,પત્ની,સાળી અને સાળીના પતીએ ભેગા મળી ઘરની બારી તોડી ઘરમાં ધુસી ઇમરાન દિવાનને લાકડી અને પાઇપના સપાટા મારતા તેને સારવાર અર્થે ૧૦૮ મારફત ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયો હતો.
ભરૂચ સિવિલ હોસ્પીટલના બિછાને સારવાર લઈ રહેલ ઘાયલ ઇરાન દિવાને તેની સાથેની વાતચીતમાં તે વહેલી સવારે રીક્ષા ચલાવી આવી ઘરે જ્યારે સુતો હતો.તેના ઘરની બારી તોડી શબ્બીરશા,. નસીમબાનુ., સહેજાદશા., સબીહાબાનું, ઐયુબભાઈનાઓએ ભેગામળી ઇમરાન દિવાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કર્યો હતો.એટલું જ નહીં ઇમરાને પોતાના ઘરમાં રીક્ષા ચલાવી બચત કરેલા રૂપિયા 50.000 પણ લઈ ગયા હોવાનું તેમજ તેની ઊભેલી રિક્ષાને પણ તોડફોડ કરી હોવાનું જણાવવા સાથે આ અગાઉ પણ ઇમરાન જ્યારે પીરામણ ગામમાંથી પોતાની રિક્ષા લઈને પસાર થતા હતા ત્યારે કેટલાક ઇસમો દ્વારા તેમની રિક્ષા પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હોવાની કેફીયત વર્ણવી હતી.
હાલ તો આ ઘટના અંગે વર્ધી જતા અંકલેશ્વર શહેર પોલીસે ઇમરાન દિવાનની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.