The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News આમોદ કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા

આમોદ કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા

0
આમોદ કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા
  • હિન્દૂ આદિવાસીઓને લોભ, લાલચ, પ્રલોભનો આપી 150 લોકોના ધર્મ પરિવર્તનમાં ધરપકડનો આંક 14 થયો

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણ કેસમાં તપાસ ટીમોએ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આદિવાસી હિન્દુઓના ધર્માંતરણમાં ઝડપાયેલા આરોપીઓનો આંક 14 ઉપર પોહચ્યો છે.

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 આદિવાસીઓના ધર્માંતરણમાં ભરૂચ SOG એ વધુ 4 આરોપીઓને ઝડપી પાડતા વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા છે. જેઓની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા ભરૂચ પોલીસે તજવીજ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વોન્ટેડ 4 આરોપીઓ અબ્દુલ સમદ દાઉદ પટેલ (બેકરીવાલા), શાબિર ઉર્ફે શબ્બીર દાઉદ પટેલ, હસન ઈસા ઇબ્રાહિમ પટેલ ટીસલી અને ઇસ્માઇલ યાકુબ મુસા પટેલ ડેલાવાલા તમામ રહે આમોદને ઝડપી લેવાયા છે. જેઓના 14 દિવસના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે. અગાઉ ઝડપાયેલા 10 આરોપીઓએ મુકેલી જામીન અરજી કોર્ટે રદ કરતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ચાર્જ સંભાળ્યાના 23 દિવસમાં જ સૌપ્રથમ પોલીસ ખાતામાં જ વહીવટી સહિતના કારણોસર પોલીસ કર્મચારીઓની મોટા પાયે બદલીઓ કરી હતી. જેમાં કેટલાક પોલીસ કર્મીઓને હેડકવાટર્સના હવાલે પણ કરાયા હતા.

જે બાદ જુગાર અને પ્રોહીબિશનની ઉપરા છાપરી રેડો કરાવી અસામાજિક પ્રવૃતિઓને ડામવા કાર્યવાહી શરૂ કરી હતી. જે બાદ સુરત-ભરૂચ વચ્ચે 4 ચેકપોસ્ટ ઉભી કરી દીધી હતી. હવે અતિ સંવેદનશીલ એવા અને સમાજ તેમજ દેશ માટે ઘાતક ધર્માંતરણ પ્રકરણમાં વોન્ટેડ 4 આરીપીઓને ઝબ્બે કરી લેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!