જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા અગાઉ નોંધાયેલ વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે.લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓને હાલના સમયે રજીસ્ટર થતી ઘરફોડ ચોરીની ગુનાવાળી જગ્યાની તાત્કાલીક વિઝિટ કરી, સી.સી.ટી.વી. ફુટેજો મેળવી, આસપાસના વિસ્તારોમાં સર્ચ કરી ગુન્કાઓ શોધી કાઢવા પ્રયત્નો કરવા તથા અગાઉ રજીસ્ટર થયેલ મિલકત સંબંધી ગુન્હોઓ અંગે પણ અવગત થઇ ગુન્હોઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતી.
આ દરમ્યાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે હકિકત મળેલ કે “ ડીસેમ્બર-૨૦૨૧માં અંકલેશ્વર GIDC માં આવેલ બાપુનગર ગાંધી માર્કેટ વિસ્તારમાં બંધ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીમાં દાહોદના પંકજ ઉફે પંકેશ પીધીયાભાઇ જાતે પલાસ હાલ રહેવાસી-મરોલી ગામ તાળવ પાસે તા.જી.અમદાવાદ મુળ રહેવાસી- આંબલી ખજુરીયા ખાડા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ હોય શકે છે અને તે પંકેશ પલાસ હાલ અમદાવાદ નજીક કોઇ ગામમાં મજુરી કરે છે ” જે મુજબની હકિકત આધારે એલ.સી.બી.ની એક ટીમને તાત્કાલીક અમદાવાદ ખાતે તપાસમાં મોકલી આપવામાં આવેલ અને શંકાસ્પદ આરોપી પંકજ ઉફે પંકેશ ને ટેકનીકલ સર્વેલન્સ આધારે દસક્રોઇ તાલુકાના મરોલી ગામેથી ઝડપી પાડયો હતો.
જેને એલ.સી.બી.કચેરી લાવી સઘન પુછપરછ કરતા પંકજ ઉફે પંકેશ ભાંગી પડેલ અને ડીસેમ્બર- ૨૦૨૧માં અંકલેશ્વર GIDC માં બાપુનગર ગાંધી માર્કેટમાં પોતાના અન્ય બે સાગરીતો મિતેષ ભાભોર રહેવાસી-બીલીયા (સંગાસર માલ ફળીયુ) જી.દાહોદ, અપ્પી રહેવાસી-બીલીયા (સંગાસર માલ ફળીયુ) જી.દાહોદ સાથે બે મકાનના દરવાજા તોડી ઘરફોડ ચોરીને અંજામ આપેલાની કબુલાત કરતા આરોપી વિરૂધ્ધ ક્રિમીનલ પ્રોસીજરની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ માટે અંકલેશ્વર GIDC પો.સ્ટે. સોપવામાં આવેલ છે. આ આરોપીએ આ સિવાય અન્ય કોઇ ચોરીને અંજામ આપેલ છે કે કેમ ? તથા આરોપીના અન્ય બે સાગરીતોને સત્વરે પકડવા વિગેરે તપાસ અંકલેશ્વર GIDC પોલીસ ચલાવી રહેલ છે.