ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ ભરૂચ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહી જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શનના કારણે
તા- ૨૫/૦૪/૨૦૨૨ ના રોજ સાગર કવચ બંદોબસ્ત પોલીસ મથક વિસ્તારમાં હાજર હતા. દરમ્યાન બાતમીદારથી હકીકત મળેલ કે વેસદડા ગામની સીમમાં સીરાજ અલ્લી પટેલની વાડીની બાજુના ખેતરમાં કે જેનો માલીક ઇલ્યાસ યુસુફ ટીલ્લા (પટેલ) રહે- શેરપુરા મોટા ફળીયાના એ પોતાના માલીકીના ખેતરમાં મગના ભુસાના ઢગલામાં વિદેશી દારૂની પેટીઓ છુપાવેલ છે.
જે આધારે પોલીસ ટીમે તે જગ્યાએ રેઇડ કરતા ખેતરમાં સંતાડેલ નાની મોટી બોટલો નંગ- ૩,૫૨૮ કિ.રૂ. ૪,૫૮,૪૦૦/- ની મત્તાનો મુદ્દામાલ મગના ભુસાના ઢગલામાં ઢાંકીને મુકી રાખેલ મળી આવ્યો હતો. જેથી ભરૂચ રૂરલ પોલીસે ખેતર માલીક વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.