The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચના ભાજપની મહિલા કોર્પોરેટરના પતિએ 2 ઇસમો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો

ભરૂચના ભાજપની મહિલા કોર્પોરેટરના પતિએ 2 ઇસમો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો

0
ભરૂચના ભાજપની મહિલા કોર્પોરેટરના પતિએ 2 ઇસમો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 3 ની મહિલા સેવિકા હેમાલી રાણાનો પતિ કર્તવ્ય રાણાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. અગાઉ પણ દારૂના વેપલામાં ઝડપાયેલા કોર્પોરેટરના પતિ કર્તવ્ય એ હવે 2 લોકોને અંગત અદાવતે ચપ્પુ મારી દીધું છે. જેમાં એક યુવાનની હાલત ગંભીર છે. આ મામલે એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાં ભાજપની મહિલા નગર સેવિકાના પતિએ અંગત અદાવતે બે યુવાનો પર શક્તિનાથ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કર્યો છે. બંને યુવાનો પૈકી પ્રિયંક મહંતની હાલત ગંભીર જણાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આઈ.પી.સી. 307 હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર-3ના ભાજપના મહિલા કાઉન્સીલર હેમાલી રાણાના પતિ કર્તવ્ય પ્રવીણભાઈ રાણાએ બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર-3ના મહિલા કાઉન્સિલર હેમાલી રાણાના પતિ કર્તવ્ય રાણા તેના કારનામાંથી ફરી એકવાર વિવાદમાં આવ્યો છે અને તેની સામે કાયદાનો સિકંજો કસાયો છે. ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપ BJP ના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી.

શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયો હતો. ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ IPCની 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!