ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સારૂ તથા મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી પોલીસ ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ થી ગુના શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ.

દરમ્યાન ગઇકાલ તા૧૮/૦૪ /૨૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બીની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમા હતી. ત્યારે બાતમી મળેલ કે અંક્લેશ્વર તાલુકાના અડોલ ગામે રહેતા મહેશ ઉર્ફે કોલો અંબુભાઇ વસાવા રહે- અડોલ તા – અંક્લેશ્વર જી – ભરૂચ પાસે કેટલાક શંકાસ્પદ મોબાઇલ ફોન છે જે વેચાણ કરવા સારૂ ફરી રહેલ છે. જે હકીકત આધારે એલ.સી.બી ટીમે વોચ તપાસમાં રહી બિલ કે આધાર પુરાવા વગરના જુદી-જુદી કંપનીના ચાર મોબાઇલ ફોન સાથે મહેશ ઉર્ફે કોલો અંબુભાઇ વસાવાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

પોલીસે આરોપી પાસે મળી આવેલ શંકાસ્પદ મોબાઇલ ફોન નંગ -૦૪ ની કુલ કી.રૂ .૧૩,૨૦૦/- ગણી વધુ તપાસ અર્થે કબ્જે કરી મહેશ ઉર્ફે કોલો ની યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા દોઢેક વર્ષ અગાઉ તેના એક સાગરીત મહેશ ઉર્ફે મોના કાન્તીભાઇ વસાવા રહે – અડોલ તા – અંક્લેશ્વર જી – ભરૂચ સાથે મળી અંક્લેશ્વર તાલુકાના હરીપુરા ગામેથી રાત્રીના સમયે કેટલાક મકાનો માંથી ચોરી કરી મોબાઇલ ફોન મેળવેલાની કબુલાત કરેલ તેમજ એક મકાનમાંથી સોના-ચાંદી ના દાગીના ની પણ ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી.

જેથી એલ.સી.બી.એ કબ્જે કરવામાં આવેલ મોબાઇલ ફોન તથા પકડાયેલ મહેશ ઉર્ફે કોલો અંબુભાઇ વસાવાને વધુ તપાસ અર્થે અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે સોંપ્યો હતો. સાથે મહેશ ઉર્ફે મોના કાન્તીભાઇ વસાવા રહે – અડોલ તા – અંક્લેશ્વર જી – ભરૂચને વોન્ટેડ જાહેર કરી તેની શોધ આરંભી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here