અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બુટલેગરોએ દારૂના વેપલા માટે ગોડાઉન ભાડે રાખતા હોવાના અનેક ચોકવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગતરોજ રાત્રિના ભરૂચની LCBની ટીમે અંકલેશ્વર GIDCમાંથી વધુ એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું. LCBએ ગોડાઉનમાંથી કુલ રૂ. 34.23 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે.જેમાં અનેક કંપનીઓ ગોડાઉનોમાં પોતાના માલ સામાન રાખતા હોય છે.પરંતુ હવે આ ગોડાઉનો ભાડે રાખીને બુટલેગરો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહ્યા છે.જોકે તેમના આ કારસ્તાન પોલીસની નજરેથી બચી શકતા નથી. જીહા ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા ના આદેશ મુજબ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ આપ્યા હતા.જે અનુસંધાને ભરૂચના LCB ના ઈન્ચાર્જ PI એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ મળેલી સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ હતી.
આ સમયે એક ટીમને માહિતી મળી હતી કે,અશોક કેશરીમલ માલી રહે, કંબોડીયા તા-નેત્રંગ તથા લખીરામ ગીરીરાજ ગૌતમ નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર GIDC ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર.4504 ખાતે ગોડાઉનમાં કટીંગ કરે છે.આ માહિતીના આધારે પોલીસે GIDC માં આવેલી ક્રીસ્ટલ ચોકડી નજીક પ્લોટ નંબર- 4504 માં રેઇડ કરીને દારૂનો જથ્થો ભેરલું ગોડાઉન ઝડપી પાડ્યું હતું.પોલીસે ગોડાઉન તથા આઇસર ટેમ્પોમાંથી દારૂની બોટલ નંગ- 13656 કુલ કી.રૂ.19,23,000 તથા આઇસર ટેમ્પો નંબર- MH-05-EL-6012 કી.રૂ.15,00,000 સહીત કુલ રૂ.34,23,000 ના મુદામાલ સાથે એક ઇસમ રામદાસ રમણભાઈ વસાવાને પકડી અશોક કેશરીમલ માલી અને લખીરામ ગીરીરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.