અંક્લેશ્વરની આંગડિયા પેઢીનો કર્મચારી ભરૂચ બ્રાન્ચ પરથી રૂ. ૪૫ લાખ રોકડા લઇ એક્ટીવા પર અંક્લેશ્વર જઇ રહ્યો હતો. દરમિયાનમાં ભુતમામાની ડેરી પાસે એક બાઇક પર આવેલાં બે જણા ચપ્પુની અણીએ રોકી તેની આંખમાં મરચાની ભુકી નાંખી રૂ.૪૫ લાખની લૂંટ કરી ફરાર થઇ ગયાં હતાં. અંક્લેશ્વર બી ડિવિઝન પોલીસે તુરંત એક્શનમાં આવી ચારેય તરફ નાકાબંધી કરાવડાવી લૂંટારૂઓને શોધવાની કવાયત હાથ ધરી છે.

અંક્લેશ્વરમાં આવેલ મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાં ફરજ બજાવતાં ભરત પટેલ તેમની એક્ટિવા પર ભરૂચ ખાતે આવેલી તેમની બ્રાન્ચ પર આવ્યાં હતાં. જ્યાંથી તેમણે રોકડા રૂપિયા ૪૫ લાખ લઇને તે રૂપિયા એક્ટિવાની ડેકીમાં મુકી અંક્લેશ્વર તરફ જવા રવાના થયાં હતાં.

ભરૂચથી અંકલેશ્વર જવા આંગાડીયા કર્મી નર્મદા મૈયા બ્રીજ પસાર કરી ભુતમામાની ડેરી પાસે પોહચ્યો હતો. ત્યાં જ એક બાઇક પર આવેલાં બે શખ્સોએ તેને ચપ્પુની અણીએ રોક્યો હતો. તે કાંઇ સમજે તે પહેલાં જ તેની આંખોમાં મરચાની ભુકી નાંખી દઇ તેની એક્ટિવાની ડેકીમાંથી રૂ.૪૫ લાખ રૂપિયા લઇ ભાગી ગયાં હતાં.

આ ઘટનાને પગલે અંક્લેશ્વર પોલીસ તુરંત એક્શનમાં આવી જઈ એલસીબી-એસઓજીની ટીમોને પણ સતર્ક કરવા સાથે આસપાસના અન્ય પોલીસને જાણ કરી અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી ચેકિંગ શરૂ કર્યું હતું. લૂંટારુંઓની ભાળ મેળવવા CCTVની પણ ચકાસણી કરાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here